(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીમા કેટલાક વર્ષોથી બે જુથ સક્રિય થયા છે જેઓ દ્વારા વારંવાર મારપીટની ઘટના સામે આવી રહી છે. જુની અદાવતને લઇ ફરી એક વખત આ જુથ વચ્ચે મારપીટની ઘટના પાર્કસીટી સેલવાસ નજીક જોવા મળી હતી. જ્યાં યુવાઓના બે જુથ એકબીજા પર તુટી પડયા અને મારપીટ કરી એકબીજાને ઘાયલ કરી દીધા હતા.
પોલીસે આ બન્ને જુથ વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધી છે જેમાં કરણ રાજકુમાર નામના વ્યક્તિ દ્વારા નોંધાવેલ ફરિયાદમા આનંદ રમેશ પટેલ, ફુલચંદ, શુભમ અને નીતિન તેઓ પર રાત્રે હુમલો કરવામા આવ્યો હતો અને મારપીટ કરવામા આવી હતી.
પોલીસે દરેક આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની ધારા 341,323,325 મુજબ ગુનો નોંધ્યો હતો તો બીજી તરફ આનંદ રમેશ પટેલે નોંધાવેલ ફરિયાદમાં કૌશલ આચાર્ય, કરણ રાજકુમાર, હિતેશ મોરે, કલ્પેશ પટેલ અને વિજય નામનાવ્યક્તિઓને આરોપી બનાવવામા આવ્યા છે તેઓ વિરુદ્ધ આઇપીસી 143,147,148,149,341,323 અને 427મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં કેટલાક લોકો હાલમાં હોસ્પીટલમાં સારવાર હેઠળ છે તો કેટલાક લોકો ફરાર છે. સેલવાસ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Previous post