September 12, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, દાનહમાં એકપણ નહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.16
દમણમાં આજરોજ 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 158 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 02 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં 04 કેસો સક્રિય છે. જ્‍યારે અત્‍યાર સુધીમાં 3517લોકો રિકવર થઈ ચૂક્‍યા છે. અને અત્‍યાર સુધીમાં 01નું મૃત્‍યુ થયેલ છે. આજરોજ એકપણ દર્દી કોવિદ સુવિધામાંથી રજા આપવામાં આવી નથી. તેમજ દમણમાં હાલમાં એકપણ કન્‍ટેઈનમેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યો નથી.
જયારે દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 03 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5916 કેસ રીકવર થઇ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 175 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 247 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ સરીકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમા આજે 1865 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 402122 અને બીજો ડોઝ 254143 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 656265 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા જાહેર સ્‍થળોએ કબુતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ ફરમાવાયો

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર અને બાલ ભવન ઉપપ્રમુખ સૌરભ મિશ્રાના માર્ગદર્શન હેઠળ દમણ બાલ ભવન બોર્ડના બાળકોએ બાંધકામ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

Leave a Comment