July 30, 2026
Vartman Pravah
Breaking Newsચીખલીનવસારી

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.17
તાલુકાની 62ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 220 મતદાન મથક પર રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્‍યા સુધી મતદાન યોજાશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીના મહાસંગ્રામમાં ચીખલી તાલુકાની 62-ગ્રામ પંચાયત માટે 220 મતદાન મથક પરથી 19-ડિસેમ્‍બરને રવિવારના રોજ સવારે 7 થી મતદાનનો પ્રારંભ થશે. જેમાં 92,374 પુરુષ અને 92,190 મહિલા મળી કુલ 1,84,564 મતદારો 62-ગ્રામ પંચાયતના 61-સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું ભાવિ નક્કી કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પાર પાડવા માટે 220 ચૂંટણી અધિકારી, 220-મદદનીશ ચૂંટણી અધિકારી, 880-પોલીગ સ્‍ટાફ અને 386 પોલીસ સ્‍ટાફ ખડેપગે ફરજ અદા કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુખે પાર પડે તે માટે 25-જેટલી ઝોનલની ટીમ બાજ નજર રાખશે.
ગ્રામ પંચાયતની 19-ડિસેમ્‍બરના રોજ યોજાનાર ચૂંટણી માટે તાલુકાના 62-ગામનું રાજકારણ ભરશિયાળે ગરમાવા પામ્‍યું છે. શુક્રવારના રોજ સાંજે 5-કલાકે ચૂંટણી પ્રચાર પડગમ શાંત થઈ જવા પામ્‍યા છે. મતદારોને રીઝવવા ઉમેદવારો અને કાર્યકરો તેમજ સમર્થકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચારની સાથે ખાણી-પીણીની રંગત પણ જામી રહી છે.
બીજી તરફ 19-ડિસેમ્‍બરને રવિવારના રોજ સવારે 7-વાગ્‍યેથી સાંજે 6-વાગ્‍યા દરમ્‍યાન યોજાનાર મતદાન શાંતિપૂર્ણ માહોલમાંપાર પડે તે માટે ચીખલીના પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી અમિત ઝડફીયા, નાયબ મામલતદાર શ્રી વેકરિયા, નાયબ મામલતદાર શ્રી સુરેશભાઈ, ટીડીઓ શ્રી હિરેનભાઈ ચૌહાણ સહિતનો સ્‍ટાફ અને વહીવટી તંત્ર કમરકસી રહી છે.
સમગ્ર ચૂંટણી દરમ્‍યાન કોઈ અનિચ્‍છનીય બનાવ નહી બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ડીવાયએસપી-1, ચીખલી પીઆઈ-પી.જી. ચૌધરી, પીએસઆઈ-ડી.આર.પઢેરિયા સહિત 6-જેટલા પીએસઆઈ, 141-પોલીસ જવાનો, 233-હોમગાર્ડ જવાનો અને 4-જેટલા એસ.આર.પી જવાનો ખડેપગે સેવા આપશે.
તાલુકાના 62-ગ્રામ પંચાયતના 220-મતદાન મથકોમાં વંકાલ, ખૂંધ, ચીમલા, મલિયાધરા ગામનો સંવેદનશીલ મતદાન મથકમાં સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણીમાં મતદારો ઈવીએમ મશીનથી નહિ પરંતુ બેલેટ પેપરથી મતદાન કરશે.

Related posts

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્‍યોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

દાનહ ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3ની પેટા ચૂંટણી માટે 17મી ઓક્‍ટોબરના રોજ થશે મતદાન

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

દાનહઃ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડામાં વાર્ષિકોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment