August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

દાનહ સેલવાલના સાંસદ કલાબેન ડેલકરના પિતા સુખાલામાં સરપંચ તરીકે વિજેતાબન્‍યા

સુખાલા પંચાયત સરપંચ તરીકે શંકરભાઈ પટેલ ચૂંટણી લડયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કપરાડાના સુખાલા ગામે સરપંચના ઉમેદવાર તરીકે દાનહ સેલવાસના સાંસદ કલાબેન ડેલકરના પિતાશ્રી શંકરભાઈ પટેલ ચૂંટણી લડયા હતા. મંગળવારે જાહેર થયેલ ચૂંટણી પરિણામમાં સરપંચ તરીકે શ્રી શંકરભાઈ જીવલાભાઈ પટેલ ભારે બહુમતિથી વિજેતા બન્‍યા હતા.
વાપી નજીક આવેલ સુખાલા ગામ સ્‍વ.સાંસદ મોહનભાઈ ડેલકરની સાસરીનું ગામ છે તેમજ વર્તમાન સાંસદ કલાબેન ડેલકરનું પિયર છે. તેમના પિતાશ્રી શંકરભાઈ પટેલ સુખાલા ગામના સરપંચ તરીકે ચૂંટણી લડયા હતા અને વિજેતા થયા છે. સ્‍થાનિક ગ્રામજનો અને આગેવાનોનો ઉત્‍સાહ બેવડાયો હતો. તેમને શુભેચ્‍છા આપી ગ્રામજનોએ વિજયના વધામણા કર્યા હતા.

Related posts

દમણ જિ.પં.ના તત્‍કાલિન પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલ વચ્‍ચે પૈસાની લેનદેણ કરનાર ઈસરાર ઉર્ફે બબલુ મજીબુલ્લા ચૌધરીની ધરપકડ

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તા.૮મી એપ્રિલ સુધી ફોરવ્‍હીલર ડ્રાઈવિંગ ટેસ્‍ટ બંધ રહેશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-૧માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

Leave a Comment