Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

કારોબારી સમિતિમાં મોટી દમણની બાદબાકીઃ મહેશ ગાંવિતને મહામંત્રી પદ આપી સક્રિય રાખવા કરાયેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27
ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાની અનુમતિથી અને રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી બી.એલ.સંતોષ, પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍ય રહાટકર અને પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી વિવેક ધાડકરની સહમતીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની ઘોષણાકરવામાં આવી હતી.
પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી દિપેશભાઈ ટંડેલની સાથે છ ઉપ પ્રમુખ, એક સંગઠન મહામંત્રી, બે મહામંત્રી, છ સચિવ, એક કોષાધ્‍યક્ષ, એક સહ કોષાધ્‍યક્ષ, એક કાર્યાલય મંત્રી, બે પ્રવક્‍તા, એક મીડિયા સંયોજક, એક સોશિયલ મીડિયા સંયોજક અને એક આઈ.ટી.સંયોજક મળી કુલ 23 સભ્‍યોની ટીમ હવે પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલ સાથે કાર્યરત બનશે.
આ પ્રદેશની ટીમમાં પહેલી વખત અનુ.જાતિના શ્રી મહેશ અગરિયાને ઉપ પ્રમુખ બનાવાયા છે.એક અનુ.જનજાતિના પ્રદેશ ઉપ પ્રમુખ તરીકે શ્રીમતી ભારતીબેન હળપતિને પણ સ્‍થાન મળ્‍યું છે. ગત લોકસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી મહેશ ગાંવિતને મહામંત્રી પદ આપી તેમને સક્રિય રાખવાનો પ્રયાસ કરાયો છે.
બીજી તરફ વરસોથી ભાજપને વફાદાર રહેલા શ્રી વાસુભાઈ પટેલની મહામંત્રી પદેથી અને શ્રી તુષાર દલાલની કોષાધ્‍યક્ષ પદેથી છુટ્ટી કરવામાં આવી છે. શ્રી દિપેશભાઈ ટંડેલની પ્રદેશ કારોબારીમાં મોટી દમણની પણ બાદબાકી કરાઈ છે. આ સમિતિમાં ચાર મહિલા સભ્‍યોને પણ સ્‍થાન અપાયું છે.
હાલના પ્રદેશ પ્રવક્‍તા શ્રી મજીદ લધાણીને હવે ફક્‍ત મીડિયા સંયોજક તરીકેનો પદભાર સોંપવામાં આવ્‍યો છે જ્‍યારે પ્રવક્‍તા તરીકે શ્રી વિશાલભાઈ ટંડેલ અને શ્રી તેજસ દોડિયાની વરણી કરવામાં આવી છે. જ્‍યારે શ્રી આશિષ પટેલસોશિયલ મીડિયા સંયોજક તરીકે કાર્યરત રહેશે.
શ્રી વિરેન્‍દ્ર રાજપૂરોહિતને સહ કોષાધ્‍યક્ષમાંથી બઢતી આપી કોષાધ્‍યક્ષ બનાવાયા છે. જ્‍યારે તેમની સાથે શ્રી રજનીકાંત ટંડેલને સમાવાયા છે.
શ્રી દિપેશભાઈ ટંડેલની કારોબારી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેટલી કારગત નિવડે એ આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થશે અને દીવ નગરપાલિકાની ચૂંટણીમાં તેમની અગિ્ન પરિક્ષા થશે.

Related posts

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

વાપી-ટુકવાડા હાઈવે ઉપર ઘરફોડ ચોરીના ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા : રોકડ, દાગીના, બાઈક મળી રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

vartmanpravah

Leave a Comment