August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

નીતિ આયોગના સભ્‍ય ડો.વી.કે.પોલ અને તેમની ટીમે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલ, અક્ષયપાત્ર, નમો મેડિકલ કોલેજ સહિત વિવિધ વિકાસના કાર્યરત કામોના નિરીક્ષણ બાદ પ્રદેશના થઈ રહેલા વિકાસની મુક્‍ત મને કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
ભારત સરકાર દ્વારા પ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા પ્રયાસ કરતા આ વર્ષે સ્‍વાસ્‍થ્‍ય સૂચક આંકોમાં સુધારો કર્યો અને નીતિ આયોગ દ્વારા જારી કરવામા આવેલ રિપોર્ટ અનુસાર દેશના તમામ કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે.
પ્રદેશના વિકાસને વધુ ગતિ આપવા નીતિ આયોગના સભ્‍ય ડો.વી.કે.પોલ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની મુલાકાતે આવ્‍યા છે. જે સંદર્ભે આજરોજ દાદરા નગર હવેલીમાં એમણે શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલ,અક્ષયપાત્ર, નમો મેડિકલ કોલેજ સહિત વિવિધ વિકાસના કામો ચાલીરહ્યા છે એની મુલાકાત લીધી હતી અને થઈ રહેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી.
આ અવસરે આરોગ્‍ય સચિવ ડો. એ.મુથમ્‍મા, જિલ્લા કલેકટર ડો. રાકેશ મિન્‍હાસ, એજ્‍યુકેશન અને પ્રવાસન વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈન, ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્મા, આરોગ્‍ય વિભાગના ડાયરેક્‍ટર ડો.વી.કે.દાસ સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કપરાડાના કાકડકોપર ખાતે રાષ્‍ટ્રીય પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment