Vartman Pravah
Breaking Newsવાપી

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

પ્‍લોટ ટ્રાન્‍સફર કિસ્‍સામાં છ મહિના સુધી વણવપરાશી હોય તો વર્ષ આખું વણવપરાશ ગણાવો, લાઈટબીલ ઝીરો વપરાશ હોય તો પણ વપરાશી ગણાવા જેવા નિર્ણયો લેવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
ગુજરાતમાં વેપાર-ઉદ્યોગોને પ્રોત્‍સાહિત કરવા માટે તાજેતરમાં જીઆઈડીસી, જીસીસીઆઈ તેમજ એસઆઈએનાપ્રતિનિધિઓની ખાસ કમીટીની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા રજૂઆત બાદ જી.આઈ.ડી.સી.એ ઉદ્યોગકારોના પેન્‍ડીંગ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ સાથે કેટલાક આવકાર્ય નિર્ણયો હતા જેને લઈને ઉદય લઈને ઉદ્યોગોને વેગ મળશે.
જી.આઈ.ડી.સી.,જી.સી.સી.આઈ તેમજ એફ.આઈ.એ.ના વિમર્શ બાદ નવા નિર્ણય લેવાયા છે. જે લાંબા સમયથી પડતર હતા. ખાસ કરીને પ્‍લોટ ટ્રાન્‍સફરના કિસ્‍સામાં થોડી અડચણ અવરોધ હતા.જે દુર કરી છ મહિના સુધી પ્‍લોટ વણવપરાશી રહ્યો હોય તો તેવો પણ વપ વપરાશી ગણવો, તેમજ લાઈટ બીલ ઝીરો વપરાશ રહ્યુ હોય તો તેણે પણ વણ વપરાશી કેટેગરીમાં ગણાશે. તેથી પ્‍લોટ ધારકોનું મોટુ ભારણ ઓછું થશે. તેવો વધુ આવકાર્ય નિર્ણય એ પણ લેવાયો હતો કે ઉદ્યોગકારો ર0 ટકા એફ.એસ.આઈ.નો ઉપયોગ લઈ શકશે તેવી લીલીઝંડી જી.આઈ.ડી.સી.એ આવી છે. ટૂંકમાં જી.આઈ.ડી.સી. દ્વારા ઉદ્યોગોના પ્રોત્‍સાહન માટે લેવાયેલા નવા નિર્ણયોને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્ય હતા.

Related posts

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

જુનાગઢ ગીરનાર લીલી પરિક્રમા એક જ નંબર બે લક્‍ઝરી બસ મળી આવ્‍યા બાદ એજ નંબરની ત્રીજી બસ વલસાડ આરટીઓને મળી આવી

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર કાર-ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : કટોકટ હાલતમાં કાર ચાલક સારવાર હેઠળ

vartmanpravah

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

vartmanpravah

Leave a Comment