Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર”, 37 લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે

ધરમપુર અને કપરાડામાં આદિવાસી સંસ્‍કળતિ મુજબ આજે પણ વૃક્ષોની દેવ તરીકે પૂજા થાય છે

સામાજિક વનીકરણ દ્વારા 943 હેકટરમાં 772333 વૃક્ષો રોપાશે જ્‍યારે નર્સરી દ્વારા 30.16 લાખ રોપાનું વિતરણ કરાશે

વૃક્ષારોપણની સાથે સાથે ગ્રામીણ લોકો માટે રોજગારની તકો પણ ઉભી કરવામાં આવી

પટ્ટી વાવેતર, ગ્રામ વાટિકા, ફાર્મ ફોરેસ્‍ટ્રી સહિતની યોજનાથી વાવેતર વધ્‍યુ, સાથે વિકાસના કાર્યોમાં પંચાયતોને આવક પણ મળી

(ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04
ભારતીય સંસ્‍કળતિમાંપર્યાવરણનો અનોખો મહિમા રહ્યો છે. પર્યાવરણનું જતન કરવુ એ આપણને ધર્મ સંસ્‍કારોમાં વારસામાં મળ્‍યું છે. એટલે જ તો કહેવાય છે કે, ‘‘છોડમાં રણછોડ અને પ્રકળતિમાં પરમેશ્વર”. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં આજે પણ વૃક્ષોની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે. જે પર્યાવરણના જતન પ્રત્‍યેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ વર્તમાન સમયમાં વૈશ્વિક સ્‍તરે પર્યાવરણનો પ્રશ્ન પડકારરૂપ બન્‍યો છે ત્‍યારે લોકોમાં પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે જાગૃતિ આવે તે માટે દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે. ત્‍યારે વાત કરીએ લીલીછમ વનરાજીઓથી આચ્‍છાદિત વલસાડ જિલ્લાની તો ચાલુ વર્ષ 2023-24માં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 943 હેકટર જમીન વિસ્‍તારમાં 7,72,333 વૃક્ષો રોપાશે. જ્‍યારે નર્સરી દ્વારા 30.16 લાખ રોપાનું વિતરણ જનભાગીદારી દ્વારા કરાશે. આમ જિલ્લામાં કુલ 37,88,333 રોપા રોપવામાં આવશે. જેના થકી હરિયાળો એવો આપણો વલસાડ જિલ્લો લીલીછમ ચાદરથી વધુ શોભી ઉઠશે.
જન માનસમાં પર્યાવરણ અંગે જાગૃત્તા વધે અને લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તેવા શુભ આશય સાથે વર્ષ 1972થી સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘ દ્વારા વિશ્વભરમાં તા.5 જૂને ‘‘પર્યાવરણ દિન”ની ઉજવણી થાય છે. વિશ્વપર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે. પર્યાવરણની જાળવણીથી જ ભરપૂર વરસાદ, શુધ્‍ધ હવા, પૂર નિયંત્રણ, ભૂગર્ભ જળ સ્‍તરની યોગ્‍ય સપાટીની જાળવણી, પશુધનને ઘાસચારો, રોજગારી અને ઉદ્યોગોને લાકડાનો પૂરતો જથ્‍થો સહિતની વસ્‍તુ પ્રાકળતિક તત્‍વોની જાળવણી દ્વારા જ મળી શકે છે. ત્‍યારે પર્યાવરણમાં થતા હવા, જળ, જમીન અને અવાજના પ્રદૂષણને અટકાવી પર્યાવરણને નુકસાન થતુ અટકાવવુ એ આપણી નૈતિક ફરજ છે. પર્યાવરણમાં વૃક્ષો અનિવાર્ય છે. જે હવામાંથી કાર્બન ડાયોક્‍સાઈડ શોષી લેવાનું કામ કરે છે. ગ્‍લોબલ વોર્મિંગ અને ક્‍લાઈમેન્‍ટ ચેન્‍જ એ વૈશ્વિક કક્ષાની પર્યાવરણીય સમસ્‍યાઓ છે. જેની અસર કોઈ એક સ્‍થળ પૂરતી નથી પરંતુ બહુધા વિસ્‍તારમાં લાંબા ગાળા સુધી હોય છે. વર્તમાન સમયમાં વિકાસ અને સુખ સમૃધ્‍ધિના પાયામાં પ્રાકળતિક સંપદાનું મહત્‍વનું યોગદાન છે. જો સતત પ્રગતિના પંથે અગ્રેસર રહેવુ હોય તો પર્યાવરણની જાળવણી અને તેનુ રક્ષણ કરવુ પણ અગત્‍યનું છે.
જેથી વલસાડ જિલ્લાને હર્યો ભર્યો રાખવા માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષ આચ્‍છાદિત હરિયાળુ કવચ ઉભુ કરી કાર્બન સંયમ સાથે ટકાઉ વિકાસનો આધાર ઉભો કરવામાં આવે છે. આ સાથે ખેડૂતો, લોકો અને વિવિધ સંસ્‍થાઓને વનીકરણની પ્રવૃતિમાટે સંગઠિત કરી સરકારની યોજનાના લાભ લેવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવે છે. વન પેદાશો જેવી કે, ઈમારતી લાકડુ, જલાઉ લાકડુ, ઘાસચારો, ફળો અને અન્‍ય ગૌણ વન પેદાશોમાં વધારો કરવાથી લોકોને તેમની જરૂરીયાતની વસ્‍તુ સરળતાથી મળી રહે છે. ગ્રામીણ લોકો માટે રોજગારની તકો ઉભી કરવી અને ફાજલ પડેલી સરકારી, સહકારી, સંસ્‍થાકીય તેમજ ખાનગી જમીન પર વૃક્ષારોપણ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પટ્ટી વાવેતર (સ્‍ટ્રીપ પ્‍લાન્‍ટેશન) યોજનામાં નેશનલ હાઈવે, સ્‍ટેટ હાઈવે, એક્ષપ્રેસ વે, રેલવે સાઈડ, નહેર સાઈડ બંને બાજુ પ્રતિ હેકટર 800 રોપા જેવા કે, સુશોભિત ફૂલ ધરાવતા વૃક્ષો, ઘટાદાર વૃક્ષો અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. જે વૃક્ષો પરિપક્‍વ થયા બાદ કાપણીનો ખર્ચ બાદ કરી ચોખ્‍ખી ઉપજની 50 ટકા રકમ સંલગ્ન તાલુકા પંચાયતને સ્‍થાનિક વિકાસના કામ માટે ફાળવાય છે. ગ્રામ વાટિકા (પિયત) જી-1 યોજના હેઠળ ગૌચર, સરકારી ખરાબો અને સિંચાઈની સગવડ હોય તેવા સ્‍થળે પ્રતિ હેકટર 1600 રોપા જેવા કે, નીલગીરી, અરડુસા, દેશી બાવળ, ખાટી આમલી, આંબો, રાયણ, કોઠી, જાંબુ અને આમળા જેવા વૃક્ષોનું વાવેતર કરી પરિપક્‍વ થયે કાપણીનો ખર્ચ બાદ કરી 75 ટકા રકમ ગ્રામ પંચાયતનેવિકાસના કામો માટે ફાળવાય છે અને બાકીની 25 ટકા રકમ પુનઃ વનીકરણ માટે ફાળવાય છે.
ફાર્મ ફોરેસ્‍ટ્રી (વૃક્ષ ખેતી) યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં પ્રતિ હેકટર 1000 રોપામાં કલોનલ નીલગીરી રોપાય છે. ખેડૂત લાભાર્થીને તબક્કાવાર કુલ રૂા.20,000 સહાય પેટે આપવામાં આવે છે. ચાર વર્ષ પછી લાભાર્થી તેની અનૂકુળતાએ વૃક્ષોની કાપણી કરી શકે છે. ખાતાકીય નર્સરી હેઠળ નિઃશૂલ્‍ક રોપા વિતરણ કરવામાં આવે છે. આ સિવાય હરિયાળુ ગ્રામ યોજના હેઠળ જમીન ધારકની જગ્‍યા પર પ્રતિ હેક્‍ટર 400 રોપાનું સરકારી ખર્ચે વાવેતર કરવામાં આવે છે. આ સિવાય આર.ડી.એફ.એલ (કસ વગરની જમીન પર ખેત વનીકરણ) યોજના હેઠળ નાના સીમાંત ખેડૂતોની બિનખેતી લાયક જમીન પર વન વિભાગ દ્વારા વાવેતર કરી ત્‍યાર બાદ માવજતની જવાબદારી જે તે ખેડૂતની હોય છે. આ મોડલ હેઠળ પ્રતિ હેકટર 1000 રોપા ઉછેરવામાં આવે છે. જેમાં તબક્કાવાર કુલ રૂા.16,000ની સહાય મળે છે.
આમ, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષોના જતન માટે લોકોને તેમજ ખેડૂતોને સાથે જોડી પર્યાવરણનું જતન કરવામાં આવી રહ્યું છે. પરંતુ વર્તમાન સમયમાં પર્યાવરણનો પ્રશ્ન સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક બન્‍યો છે ત્‍યારે આપણે સૌ સાથે મળી પર્યાવરણનું શ્રેષ્ઠ જતન-સંવર્ધન કરી ભાવિપેઢીને સ્‍વચ્‍છ હવા, પાણી, હરિયાળી અને સમૃધ્‍ધ વારસો આપીએ એ સંકલ્‍પ આજના વિશ્વ પર્યાવરણ દિને પ્રાસંગિક લેખાશે.

એગ્રો ફોરેસ્‍ટ્રી યોજનામાં 30 ટકા મહિલા ખેડૂતો માટે અનામત

પર્યાવરણનું જતન કરવામાં ખેડૂતો હંમેશા અગ્રેસર રહ્યા હોવાથી રાજ્‍ય સરકાર દ્વારા એગ્રો ફોરેસ્‍ટ્રી યોજના શરૂ કરવામાં આવી છે. જે મુજબ ઓછી, મધ્‍યમ અને વધુ ગીચતાવાળા વિસ્‍તારોને આવરી લઈ વાવેતર 4 મોડલમાં વહેંચી દેવામાં આવે છે. (1) ખેતરના પાળા પર પ્રતિ હેકટર 100 રોપાનું વાવેતર કરવામાં આવે છે. (2) એગ્રો ફોરેસ્‍ટ્રી ઓછી ગીચતામાં પ્રતિ હેકટરે રૂા.400 રોપા (3) એગ્રો ફોરેસ્‍ટ્રી વધુ ગીચતા (હાઈડેન્‍સીટી પ્‍લાન્‍ટેશન (એચડીપી-1) પ્રતિ હેકટર 1000 અને (4) એગ્રો ફોરેસ્‍ટ્રી વધુ ગીચતા (હાઈડેન્‍સીટી પ્‍લાન્‍ટેશન (એચડીપી-2) પ્રતિ હેકટર 1200 રોપાનું વાવેતર કરવામાં આવે છે. જેમાં લાભાર્થી ખેડૂતને વળતર પેટે એક રોપા દીઠ રૂા.14 આપવામાં આવે છે. વૃક્ષ સંપદા પર ખેડૂતનો સંપૂર્ણ માલિકી હક્ક હોવાથી પરિપકવ થયા બાદ તેનુ વેચાણ પણ કરી શકે છે. યોજનાની ગાઈડલાઈન મુજબ 100 ટકા લક્ષ્યાંકના 30 ટકા લાભ મહિલાઓને અને 70 ટકા લાભ પુરૂષ ખેડૂતને આપવામાં આવશે. 8 ટકા લાભ એસસી ખેડૂતોને અને 16ટકા લાભ એસટી ખેડૂતોને આપવામાં આવશે. આ યોજના હેઠળ કલોનલ શરૂ, કલોનલ મલબારી, લીમડો, અરડુસો, બંગાળી બાવળ, સાગ, ખેર, દેશી બાવળ, લીમડો, વાંસ, પેન્‍ડુલા, વડ, પીપળો, ઉમરો, દેશી આંબા, કાજુ, જાંબુ, ખાટી આંબલી, જામફળ, દાડમ, ખજૂર, નાળિયેરી, રાયણ, સીતાફળ, બોરડી, સરગવો, આમળા, હરડે, બહેડા, બેલ, અર્જુન સાદડ, સેવન, આસોપાલવ, સતાવરી, ડોડી, ગળો, લીંડીપીપર, એલોવીરા અને ચણોઠી વગેરે રોપી શકાય છે.

ચાલુ વર્ષે સામાજિક વનીકરણ દ્વારા વૃક્ષોનું વાવેતર 

 નર્સરી દ્વારા જિલ્લામાં રોપાનું વિતરણ

 

 

Related posts

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

સગીર બાળકોના વાલીઓને સબક મળે તે હેતુસર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

Leave a Comment