October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પેશિયલ કોર્ટ વાપીના આરોપીની જામીન અરજી નામંજુર કરી

જમીન માલીકે નવેમ્‍બર ઐયાઝ હાફીઝ ઉલ્લાશેખ વિરુધ્‍ધ કલેક્‍ટરમાં ફરિયાદ નોંધાવી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
જમીન માલિકોના રક્ષણ માટે સરકારે થોડા સમય પહેલાં લેન્‍ડ ગ્રેબિંગ કાયદો અમલમાં મુક્‍યો છે. તેના સકારાત્‍મક પરિણામો આવી રહયા છે. વાપીમાં એક જમીન માલિકે તેની જમીન ગેરકાયદે હડપ કરનારાઓ વિરુધ્‍ધ ગત નવેમ્‍બર માસમાં આરોપીઓ વિરુદ્ધ વલસાડ કલેક્‍ટરને ફરિયાદ કરી હતી. કલેક્‍ટર તપાસ બાદ વાપી ટાઉન પોલીસને હુકમ કરવામાં આવ્‍યો હતો. આરોપીએ વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પેશયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે નામદાર કોર્ટ જામીન નામંજુર કરી અરજી ફગાવી દીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસારવાપીના એક જમીન મલિકની જમીન કેટલાક ઇસમોએ જમીનનો કબજો કરી લીધો હતો. આ બાબતે જમીન માલિકે વલસાડ કલેક્‍ટર કોર્ટમાં ઐયાઝ હાફીઝ ઉલ્લાશેખ વિરુધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. જેની વધુ તપાસ માટે કલેક્‍ટરે ટાઉન પોલીસને હૂક્‍મ કર્યો હતો. આ પ્રકરણની તપાસ કરી પોલીસે વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પેશીયલ કોર્ટ માં ચાર્જસીટ રજૂ કરી હતી આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરેલી જેની સુનાવણી ગતરોજ વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પે. કોર્ટમાં હાથ જામીન માટે અરજી કરેલી જેની સુનાવણી ગતરોજ વલસાડ લેન્‍ડ ગ્રબિંગ સ્‍પે. કોર્ટમાં હાથ ધરાઈ હતી.
ડીજીપી શ્રી અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલો ગ્રાહય રાખી નામદાર જજશ્રી એમ. આર. શાહે વાપીના આરોપી ઐયાઝ હાફીઝ ઉલ્લા શેખની જામીન અરજી નામંજુર કરી હતી.

Related posts

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસ ખાતે ઝૂનોટિક રોગો અંગે તબીબી અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ શિબિર યોજાઈ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપર રૂા.2.16 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ઈકો કાર પલટી જતા ભિષણ આગ લાગી : ભડ ભડ આગમાં કાર બળીને ખાખ

vartmanpravah

Leave a Comment