Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી આદર્શ સ્‍ટેશન જાહેર ખૂટતી અસુવિધા પુરી કરવા રેલવે અને જન પ્રતિનિધિઓનું મનોમંથન: રેલવે કે.પી.એ.સી. સભ્‍ય, ઝોનલ સભ્‍ય, રેલવે અધિકારીઓ અને સલાહકાર સમિતિની મિટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30
વાપી રેલવે સ્‍ટેશનને આદર્શ રેલવે સ્‍ટેશન જાહેર કરવામાં આવ્‍યું છે. બુધવારે સાંજના રેલવે કે.પી.એ.સી સદસ્‍ય, છોટુભાઈ પાટીલ, ઝોનલ કમીટી મેમ્‍બર અંબાલાલ બાબરીયા, વરિષ્‍ઠ રેલવે અધિકારીઓ, જનપ્રતિનિધિઓની, રેલવે સલાહકાર સમિતિની મીટીંગ યોજાઈ હતી. સ્‍ટેશન નિરિક્ષણ સાથે સાથે ખુટતી અસુવિધાઓને પુરી કરવાની જાહેરાત કરવમાં અવી હતી.
વાપી રેલવે સ્‍ટેશનને આદર્શ સ્‍ટેશન જાહેર કરવાની સાથે અધિકારીઓએ ભવિષ્‍યની યોજનાઓ અંગે મીટીંગમાં માહિતી આપી હતી. મીટીંગમાં જનપ્રતિનિધિઓના સુજાવ ગ્રાહય રખાયા હતા. પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહે ફાટક ઉપર બની રહેલ અંડરપાસને ચોમાસા પહેલા પુર્ણ કરવા સાથે પૂર્વ દિશામાં યાત્રી સુવિધા માટે ટોયલેટ બ્‍લોક માટે જમીન ફાળવણી માંગણી કરી હતી. સલાહકાર સમિતિના સભ્‍ય બી.કે.દાયમાએ પ્‍લેટફોમ બદલતી વખતે યાત્રિકોને પડતી અસુવિધા ઓટોમેટીક સીડી જેવા કામો જલદી પુરી કરવા રજૂઆત કરી હતી. મીટીંગ 2પ હજારયાત્રીઓનું રોજ આવાગમન વાળા સ્‍ટેશન ઉપર અધિકૃત કુલીઓ નથી તેથી મનમાની થઈ રહી છે. અગ્રવાલ સમિતિની મહિલાઓએ મહિલાઓ માટે અલગ પ્રતિક્ષાલયની માંગણી કરી હતી. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, તમામ કામો જુન પહેલા પુરા થઈ જશે. મીટીંગમાં ઝોનલ સદસ્‍ય, રાજઘોર, રેલવે એ.આર.ડી. એમ અજય શર્મા સહિત ઉચ્‍ચ અધિકાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ગુરુ અને શુક્રવારે અધિકાઓ ભિલાડ-ઉમરગામ સ્‍ટેશનની પણ વિઝીટ કરનાર છે.

Related posts

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

પારડીમાં પુત્ર અને વહુએ દારૂ પીવાની ના આધેડે દવા પી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રમુખ દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

ભિલાડથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

Leave a Comment