Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

દમણ જિલ્લા હોસ્‍પિટલ મરવડને મળ્‍યો એનક્‍યુએએસ પ્રમાણપત્ર અને જિલ્લા હોસ્‍પિટલ દીવ લક્ષ્ય પ્રમાણિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની હોસ્‍પિટલો અને આરોગ્‍ય કેન્‍દ્રના એક પછી એક અનક્‍યુએએસ અને લક્ષ્ય પ્રમાણિત થઈ રહ્યા છે. જે ક્રમમાં નવેમ્‍બર, ર0ર1માં થયેલા અસેસમેન્‍ટમાં જિલ્લા હોસ્‍પિટલ મરવડ(દમણ) ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય હેઠળ નેશનલ ક્‍વોલિટી અસ્‍યુરંસ સ્‍ટેન્‍ડડર્સ (એનકયુએએસ) દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી અને દીવ જિલ્લા હોસ્‍પિટલને લક્ષ્ય પ્રમાણપત્ર મળ્‍યું હતું.
એનકયુએએસ પ્રમાણપત્ર એવી હોસ્‍પિટલો અથવા આરોગ્‍ય કેન્‍દ્રોને આપવામાં આવે છે જે નિર્ધારિત શ્રેણીના માનાંકો ઉપર ખરી ઉતરી હોય અને 70 ટકા અથવા વધુ માકર્સ મેળવવામા સફળ રહી હોય. હોસ્‍પિટલોમાં આપવામાં આવતીસેવાઓ, દર્દીના અધિકારો, આનષંગિક સેવાઓ, કિલનિકલ સેવા, ઇન્‍ફેક્‍શન કંટ્રોલ, (સ્‍વચ્‍છતા સહિત), કવોલિટી મેનેજમેન્‍ટ જેવા પરિમાણોના આધારે કરવામાં આવે છે.
તા.25 થી 27 નવેમ્‍બર 2021 દરમિયાન યોજાયેલા મૂલ્‍યાંકનમાં, જિલ્લા હોસ્‍પિટલ મરવડ (દમણ) એ સારું પ્રદર્શન કર્યું અને 94 ગુણ મેળવવામાં સફળ રહી હતી અને એનકયુએએસ પ્રમાણપત્ર મેળવ્‍યું હતું. હવે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બે હોસ્‍પિટલો એનક્‍યુએએસ પ્રમાણિત છે કારણ કે દાદરા અને નગર હવેલીની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ પહેલેથી જ એનકયુએએસ પ્રમાણિત છે.તા.29મી અને 30મી નવેમ્‍બર 2021 ના રોજ, જિલ્લા હોસ્‍પિટલ દીવના લક્ષ્યાંક કાર્યક્રમ હેઠળ પ્રસૂતિ ગળહ અને ઓપરેશન રૂમનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું, જેમાં પ્રસૂતિ ગળહને 94 ટકા અને ઓપરેશન રૂમને 87 ટકા ગુણ મળ્‍યા હતા.
આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા પ્રસૂતિ ગળહ અને ઓપરેશન રૂમમાં સંભાળની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્‍ય સાથે ‘લક્ષ્ય’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો હતો. ‘લક્ષ્ય’ કાર્યક્રમના ઉદ્દેશ્‍યોમાં ડિલિવરી દરમિયાન સંભાળની ગુણવત્તામાં સુધારો કરવો અને પ્રસૂતિ પછીની તાત્‍કાલિક સંભાળ, જટિલતાઓને સ્‍થિર કરવી અને સમયસર રેફરલની ખાતરી કરવી અને અસરકારકદ્વિ-માર્ગી ફોલોઅપ સિસ્‍ટમને સક્ષમ કરવી અને આરોગ્‍ય સુવિધાઓ પર જનારા લાભાર્થીઓને સંતોષ આપવો. જાહેર આરોગ્‍ય સુવિધાઓમાં હાજરી આપતી તમામ સગર્ભાસ્ત્રીઓને સન્‍માનજનક પ્રસૂતિ પ્રદાન કરવી.‘લક્ષ્ય’ કાર્યક્રમના પરિમાણો પર 70 ટકા માર્કસ મેળવનાર દરેક સુવિધાને લક્ષ્ય પ્રમાણિત સુવિધાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. સંઘપ્રદેશની જિલ્લા હોસ્‍પિટલો, ઉપજિલ્લા હોસ્‍પિટલોએ આ પ્રમાણપત્ર મેળવ્‍યું છે અને લક્ષ્ય કાર્યક્રમના માપદંડો અનુસાર વધુ સારી સુવિધાઓ આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન અને નેતળત્‍વમાં દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સિદ્ધિ બદલ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે હોસ્‍પિટલ અને આરોગ્‍ય વિભાગ બંનેને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

દાનહના અથોલા ગામે નહેરમાં ન્‍હાવા પડેલ યુવાન તણાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 72માં જન્‍મદિવસ નિમિતે પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા ભાજપ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

દીવમાં જલારામ મંદિરનો 28મો પાટોત્‍સવ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

ધાપસા ટર્નિંગ પાસે બાઈક ડિવાઈડર સાથે ટકરાતા એકનુ ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

Leave a Comment