જિ.પં. સભ્ય ફાલ્ગુનીબેન પટેલે ઉપસ્થિત રહી આપેલા આશીર્વાદ અને માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30
દમણ જિલ્લાના મગરવાડા ગ્રામ પંચાયતના 10 સેલ્ફ હેલ્પ ગ્રુપોને આજે ગ્રામ સંગઠનમાં જોડી તેમનું દુધી માતા મહિલા ગ્રામ સંગઠન તરીકેનું નામકરણ કરવામાં આવ્યું હતું.
દુધી માતા મહિલા ગ્રામ સંગઠનના પ્રમુખ તરીકે શ્રીમતી રીનલબેન માહ્યાવંશી અને ઉપ પ્રમુખ પદે શ્રીમતી સંગીતાબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
10 સેલ્ફ હેલ્પ ગ્રુપોને ગ્રામ સંગઠનમાં જોડવા દમણવાડા વિભાગના જિ.પં.સભ્ય અને જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી.
શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલના જણાવ્યા પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના બહેનોને આત્મનિર્ભર બનાવવાના અભિયાનમાં બહેનો ખુબજ આગળ આવી કાર્યરત બની છે. તેમણે મગરવાડાનાનવનિર્મિત દુધીમાતા મહિલા ગ્રામ સંગઠનને શુભકામના પણ પાઠવી હતી.
આ પ્રસંગે શ્રીમતી રેખાબેન, એનઆરએચએમના શ્રી યોગેશભાઈ અને શ્રી ઉમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2021/12/WhatsApp-Image-2021-12-30-at-6.51.44-PM-1-960x792.jpeg)
Next Post