October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

આયુષ્‍માન ભારત પ્રધાન મંત્રી જનઆરોગ્‍ય યોજના તમામ વર્ગના લોકો માટે વરદાન છે : દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
આજરોજ દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માનભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાનો કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો.જેમાં દમણના લોકોએ ભારે ઉત્‍સાહથી આ યોજનાનો લાભ લીધો હતો. જેમાં ઘણા નવા આયુષ્‍માન ભારત યોજનાના કાર્ડ બનવવા ઈચ્‍છુક વ્‍યકિતઓએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું અને જો આયુષ્‍માન કાર્ડ ગત વર્ષે બની ગયો હોય અને જો આ કાર્ડનો લાભ લેવા ઈચ્‍છતા લોકોએ રિન્‍યુ પણ કરાવ્‍યો હતો. લોકોમાં આરોગ્‍ય પ્રત્‍યે જાગરૂકતા જોવા મળી હતી.
આ અવસરે દમણ ભાજપ જિલ્લા પ્રમુખ અને દમણ નગર પાલિકા કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી મહેશભાઈ અગરિયા, પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રી પ્રકાશભાઈ ટંડેલ, ભાજપ દમણ જિલ્લા ઉપાધ્‍યક્ષ રૂક્ષ્મણી ભાનુશાલી, ભાજપ કાર્યકર્તા શ્રી મહેન્‍દ્રભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ દમણવાસીઓને આગ્રહ કરતા જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી જનકલ્‍યાણકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને દમણ પ્રશાસનના સહયોગથી ફક્‍ત 3091 રૂપિયામાં આ યોજનાનો લાભ મળે છે. જેનો લાભ દરેક મધ્‍યમવર્ગીય લોકોએ લાભ લેવો જોઈએ. કારણ કે જ્‍યારે તબિયત બગડે છે અને ઓપરેશન કરવાની સ્‍થિતિ અથવા મોટી બિમારીની સારવાર કરવાની હોય ત્‍યારે તેવા સમયે પરિવારે આર્થિકમુશ્‍કેલીનો સામનો કરવો છે, ત્‍યારે આયુષ્‍માન ભારત કાર્ડ આશીર્વાદરૂપ ભૂમિકા ભજવે છે. એટલે જ દરેક એવા પરિવારો અને દમણના રહેવાસીઓને આ યોજનાનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે, ફરી પાછો આ કેમ્‍પ તા.2જી જાન્‍યુઆરી, 2022ના રોજ કોમ્‍યુનિટી હોલ, ઢાકલી કી વાડી, વોર્ડ નં.7, નાની દમણમાં રાખવામાં આવ્‍યો છે, જેઓ આ યોજનાનું રજીસ્‍ટ્રેશન અથવા રીન્‍યુ કરવા માંગતા હોય, તો, તેઓ રિન્‍યુ કરાવી શકે છે અને ફરીથી આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ પ્રસંગે દમણ ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ શિબિરના કરાયેલા આયોજન બદલ પ્રશાસનનો આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી

vartmanpravah

Leave a Comment