October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

મગરવાડા ગ્રા.પં.ના 10 સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપોનું એકીકરણ કરી ‘દુધી માતા મહિલા ગ્રામ સંગઠન’ની કરાયેલી રચના

જિ.પં. સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે ઉપસ્‍થિત રહી આપેલા આશીર્વાદ અને માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
દમણ જિલ્લાના મગરવાડા ગ્રામ પંચાયતના 10 સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપોને આજે ગ્રામ સંગઠનમાં જોડી તેમનું દુધી માતા મહિલા ગ્રામ સંગઠન તરીકેનું નામકરણ કરવામાં આવ્‍યું હતું.
દુધી માતા મહિલા ગ્રામ સંગઠનના પ્રમુખ તરીકે શ્રીમતી રીનલબેન માહ્યાવંશી અને ઉપ પ્રમુખ પદે શ્રીમતી સંગીતાબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
10 સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપોને ગ્રામ સંગઠનમાં જોડવા દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય અને જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.
શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલના જણાવ્‍યા પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના અભિયાનમાં બહેનો ખુબજ આગળ આવી કાર્યરત બની છે. તેમણે મગરવાડાનાનવનિર્મિત દુધીમાતા મહિલા ગ્રામ સંગઠનને શુભકામના પણ પાઠવી હતી.
આ પ્રસંગે શ્રીમતી રેખાબેન, એનઆરએચએમના શ્રી યોગેશભાઈ અને શ્રી ઉમેશભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

vartmanpravah

સાયલી પીટીએસ ખાતે પોલીસ જવાનો માટે મેગા મેડિકલ કેમ્‍પયો જાયો

vartmanpravah

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી સરગમ આર્ટ એકેડમી સ્‍ટુડન્‍ટના ચિત્રોનું ગોવામાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

આજથી સંઘપ્રદેશના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોના ત્રણ દિવસ અગિ્ન પરિક્ષાના રહેશે

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

Leave a Comment