October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

પ્રશાસન દ્વારા 26મી જાન્‍યુઆરીથી લાગુ થનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા ગ્રામ પંચાયત સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલિંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ-2021ની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીની અધ્‍યક્ષતામાં આજે પલહિત ખાતે સવારની ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સુકો કચરો, ભીનો કચરો અને જોખમી કચરા બાબતે ઉપસ્‍થિત લોકોને જાણકારી આપી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આપણા ઘર અને વિસ્‍તારની સ્‍વચ્‍છતા રાખવાની જવાબદારી આપણી છે. તેમણે બહેનોને સુકો કચરો અને ભીનોકચરો અલગ-અલગ કરી આપવા જણાવ્‍યું હતું.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આપણા આરોગ્‍ય ઉપર કોઈ વિપરીત અસર નહી થાય તેની તકેદારી લઈ પ્રશાસન અને પંચાયત દ્વારા ચોતરા બેઠકના માધ્‍યમથી જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગામની બહેનો અને ભાઈઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી વિષ્‍ણુભાઈ બાબુ અને સેક્રેટરી શ્રી નિખિલભાઈ મિટના ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી નિખિલભાઈ મિટનાએ કાર્યક્રમની પ્રસ્‍તાવના જણાવી હતી.

Related posts

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

દાનહના 70મા મુક્‍તિ દિવસની ઉજવણીમાં કોઈ કચાશ નહીં રહેવી જોઈએઃ પાડા ફળિયા પંચાયત સુધી આનંદોત્‍સવ મનાવવો જરૂરી

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લલીતાબેન દુમાડા અને ઉપ પ્રમુખ પદે વિલાસભાઈ ઠાકરીયાની બિનહરીફ વરણી

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

સતત ત્રીજી વખત હરિયાણા વિધાનસભા ભાજપે હાંસલ કરતા જીતની ખુશી મનાવતો પારડી શહેર ભાજપ

vartmanpravah

Leave a Comment