August 14, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

વર્ષના છેલ્લા દિવસે દાદરા નગર હવેલી પોલીસ દ્વારા દારૂ પીધેલાઓને ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા દારૂ પીને ગાડી ચલાવતા હોય તેવા કેશો ઝડપી પાડી તેઓ સામેગુનો દાખલ કરવામાં આવ્‍યો છે, થર્ટી ફસ્‍ટ પર પ્રદેશમાં પોલીસ બંદોબસ્‍ત ચુસ્‍ત રાખવામાં આવ્‍યો હતો, એસપી હરેશ્વર સ્‍વામીના નેતૃત્‍વમાં પોલીસ ટીમે વિવિધ સ્‍થળો પર વાહનોની ચકાસણી કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર નવાવર્ષની પૂર્વ સંધ્‍યાએ 31ડિસેમ્‍બર 2021ના ઉત્‍સવના અવસરે એસપી અને એસડીપીઓના દેખરેખમાં સમારોહ દરમ્‍યાન સમાજમાં સ્‍વસ્‍થ વાતાવરણ બનાવી રાખવા માટે પર્યાપ્ત પોલીસ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી, આ પુરી વ્‍યવસ્‍થા ડીઆઈજી વિક્રમજીત સિંગના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવી હતી, ટ્રાફિક પોલીસ દ્વારા સેલવાસ અને વિવિધ સ્‍થળો પર વાહનોની ચકાસણી સાથે નશા સાથે ડ્રાઈવીંગ કરતા લોકોને ઝડપી પાડવા માટે અલગ અલગ જગ્‍યા પર પોલીસની ટીમો ઉપસ્‍થિત હતી. સેલવાસમાં નશા સાથે ડ્રાઈવીંગ કરવાના અને ખાનવેલમાં પણ નવા વર્ષના જશ્ન દરમ્‍યાન શાંતિ બનાવી રાખવા માટે ડિફોલ્‍ટરો સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો, સેલવાસમાં વાઈનશોપ પર પણ દારૂની બોટલની ખરીદી માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.

Related posts

વાંસદા માર્ગ ઉપર હ્યુન્‍ડાઈ કાર અને મારુતિ કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

રેન્‍જ આઈ.જી.પી.એ વાપી પાલિકા અને વીઆઈએના હોદ્દેદારોની મુલાકાત લીધીઃ ટ્રાફિક કાયદો વ્‍યવસ્‍થાની ચર્ચા કરાઈ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ફિલ્‍ડ ટ્રિપનું આયોજન થયું

vartmanpravah

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો

vartmanpravah

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

Leave a Comment