April 27, 2024
Vartman Pravah
Breaking Newsદેશ

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને ઉપ રાષ્‍ટ્રપતિવૈંકયા નાયડુ વચ્‍ચેના પરસ્‍પર પ્રેમભાવની પણ જોવા મળેલી ઝલક

  • આવતા દિવસોમાં માલદીવ કરતા પણ ખુબસૂરત લક્ષદ્વીપ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે મહત્‍વનું ટૂરીસ્‍ટ ડેસ્‍ટિનેશન બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ, તા.31
ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુનું આજે લક્ષદ્વીપ ખાતે આગમન થતા તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. લક્ષદ્વીપના અગત્તિ ખાતે સ્‍થાનિક લોકોએ પોતાના સાંસ્‍કૃતિક રીતિ-રિવાજ મુજબ ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ અને તેમના પરિવારના વધામણા કર્યા હતા. પ્રશાસન દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુનું અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ વચ્‍ચેના પ્રેમભાવની પણ ઝલક જોવા મળી હતી.
લક્ષદ્વીપના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્‍યાર સંભાળ્‍યાના એક વર્ષની અંદર પ્રદેશની બદલાયેલી કરવટના સાક્ષી પણ ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ અને તેમનો પરિવાર બનશે.
અત્રે યાદ રહે કે, માત્ર બે દાયકામાં પ્રવાસન ક્ષેત્રે માલદીવ એક આંતરરાષ્‍ટ્રીય બ્રાંડ બની ચૂક્‍યો છે ત્‍યારે માલદીવ કરતા પણ વધુ ખુબસૂરત લક્ષદ્વીપ પણ આવતા દિવસોમાં આંતરરાષ્‍ટ્રીય ટુરીસ્‍ટો માટેનું એક મહત્‍વનું ડેસ્‍ટીનેશન બનશે એવી પ્રતિતિ થઈ રહીછે.

Related posts

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

vartmanpravah

વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ એમ.કે. દવેનો ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

Leave a Comment