October 14, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

…તો દાનહ અને દમણ-દીવને રાષ્‍ટ્રમાં અનેક ક્ષેત્રે મોડેલ બનતા કોઈ રોકી નહીં શકે

આજથી ઈસુના 2022ના નૂતન વર્ષનો આરંભ થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાની મહામારીના કારણે લોકોને આર્થિક, માનસિક, શારિરીક, સામાજિક જેવી અનેક યાતનાઓ સહન કરવા પડી છે. સંઘપ્રદેશ પ્રશાસન અને ભારતસરકારે મુશ્‍કેલીઓ ઓછી થાય તે માટે અનેક પ્રયાસો પણ કર્યા છે. આફતને અવસરમાં પલટવાની પણ અનેક યુક્‍તિ-પ્રયુક્‍તિઓ પ્રયોજવામાં આવી હતી છતાં જેમને નુકસાન થયું છે, તેમની ભરપાઈ લગભગ સંભવ નથી. ત્‍યારે હવે ર022ના વર્ષમાં છેલ્લા બે વર્ષના વિકટ પડકારોમાંથી છુટકારો મેળવી ફરી એક વખત બુલંદ ઈરાદા સાથે નવા ભારત સાથે ડગ માંડવા હવે એક ડગલું આગળ વધવુ પડશે.
સંઘપ્રદેશ પ્રશાસને કટોકટી કાળમાં પણ હાથમાં લીધેલા લગભગ તમામ કામ પૂર્ણ કરવા પોતાનું લક્ષ્ય કેન્‍દ્રિત કર્યુ હતું અને મોટા ભાગના પ્રોજેક્‍ટો હવે પૂર્ણતાના આરે પણ છે. પ્રદેશમાં પ્રોજેક્‍ટો અને માળખાગત સુવિધાની સાથે સાથે હવે સમાજ નિર્માણ તરફ આગળ વધવાનો સમય પાકી ગયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક ખોબા જેટલું ટચૂકડું છે.આ પ્રદેશને રાષ્‍ટ્રમાં મોડેલ તરીકે પ્રસ્‍તુત કરવા માટે અનેક તકો પડેલી છે. આ વાત નીતિ આયોગના સભ્‍ય ડો.વી.કે.પોલે પોતાની તાજેતરની મુલાકાતમાં પણ કહી હતી. હાલના સમયમાં કેન્‍દ્ર સરકારની અમી નજર પણ આ પ્રદેશ ઉપર છે અને કેન્‍દ્ર સરકાર સાથે કામ લેવામાં મહારથ ધરાવતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ બિરાજમાન છે. ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ અનેક ક્ષેત્રે સમગ્ર રાષ્‍ટ્રનું નેતૃત્‍વ કરી શકવાનીક્ષમતા ધરાવે છે. પરંતુ રાષ્‍ટ્રના મોડેલ બનવા માટે ફક્‍ત પ્રશાસનિક પ્રયાસો કારગત નિવડવાના નથી, સાથે જોઈએ છે જનભાગીદારી. પ્રજાના સહયોગ વગર કોઈપણ યોજના અસરકારક રીતે સફળ થવી સંભવ નથી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાજકીય નેતૃત્‍વ પાસે વિશાળ દૃષ્‍ટિ નથી. મોટાભાગના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ પણ પોતાની ઈચ્‍છા શક્‍તિ વગરજ કામ કરે છે. જેમાંના કેટલાકની નજર ઉદ્યોગોના હપ્તા તરફ હોય છે તો, કેટલાકની નજર પોતાના અવૈદ્ય કામને બચાવવા તરફ રહે છે. પ્રદેશના રાજકીય નેતૃત્‍વ પાસે થોડી ઘણી પણ સૂઝબૂઝ હશે તો તેઓ હાલના આ સૂવર્ણ સમયનો પ્રદેશના હિત માટે ઉપયોગ કરી નૂતન દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિર્માણ માટે પથદર્શક બની શકશે.
2022ના વર્ષમાં પ્રદેશનો વિકાસ જળવાઈ રહે અને રોકેટ ગતિએ વધે તેની સાથે આર્થિક, ઔદ્યોગિક, સાંસ્‍કૃતિક અને પ્રવાસન ગતિવિધિઓ પણ વધે તથા શૈક્ષણિક અને આરોગ્‍ય ક્ષેત્રે પ્રદેશ અવ્‍વલ રહે એવી પ્રાર્થના સાથે સુંદર, રમણિય, સ્‍વચ્‍છ અને સુઘડ સંઘપ્રદેશના નિર્માણનો જયઘોષ અવિરત થતો રહે એવી શુભકામના.

 

Related posts

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણનાસંયુક્‍ત ઉપક્રમે નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે’ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

vartmanpravah

Leave a Comment