October 16, 2026
Vartman Pravah
Breaking Newsપારડી

પારડી પોલીસનો એક્‍સન પ્‍લાન ખીલી ઉઠ્‍યો: થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રી દરમ્‍યાન 118 જેટલા મદિરા ના શોખીનો જેલ ભેગા: સમગ્ર રાત્રી દરમ્‍યાન પરિવારજનોનો મેળાવડો

કોર્ટમાં નહિ પરંતુ પોલીસ સ્‍ટેશનથી જામીન મળવાને લઈ કેટલાય ટાઉટોના આંટા ફેરા
પારડી પોલીસે RTPCR ટેસ્‍ટ નહિ કરાવી ફકત બ્‍લડ સેમ્‍પલ જ લીધા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.31
વલસાડ જિલ્લા અધિક્ષકની સૂચના અનુસાર પારડી પોલીસે 31તદ્દ ને લઈ એક એક્‍શન પ્‍લાન બનાવ્‍યો હતો જે 31તદ્દ ની પૂર્વ રાત્રી એ જ 118 જેટલા રાજપાઠમાં ફરી રહેલ લોકોને પકડી જેલ ભેગા કરી દીધા હતા. આ અંગેની જાણ એમના પરિવારોને થતા મોટી સંખ્‍યામાં છોડાવવા માટે આવતા તેઓને રાખવામાં આવેલ પ્રજાપતિહોલ પાસે રાતે પરિવાર જનોનો મેળાવળો જામ્‍યો હતો.
પોલીસે આ વખતે કોર્ટમાંથી નહિ પરંતુ પોલીસ સ્‍ટેશનમાંથી જામીન લઈ છોડવાનું નક્કી કરતા અન્‍ય કોઈની ઘર વેરાની રશીદ અને ફોટાઓ લઈ આરોપીઓ પાસે વધુ પૈસા ઉલેચવા કેટલાક ટાઉટો પણ ફરી રહ્યા હતા. સૌથી મહત્‍વની બાબત એ છે કે, કોરોનાની આટલી ભીતિ હોવા છતાં પારડી પોલીસે કોઈના પણ ય્‍વ્‍ભ્‍ઘ્‍ય્‍ ચેકિંગ ન કરાવી ફક્‍ત બ્‍લડ સેમ્‍પલ જ લીધા હતા.

Related posts

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

પ્રાકૃતિક ખેતી કરનાર વલસાડ જિલ્લાના 3 ખેડૂતોનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

ચાઈનીસ દોરી વિરૂધ્‍ધ વલસાડ પોલીસે કાર્યવાહી કરી : 59 ફીરકી સાથે ડુંગરીના વેપારીની અટક

vartmanpravah

Leave a Comment