Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની વાપીની એક્‍સેમ્‍ડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં બે દિવસીય ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ વાપીના પ્રથમ વર્ષના બી. ફાર્મસી અને એમ. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે તારીખ- 6 અને 7 જુન 2023 મંગળવાર અને બુધવાર એમ બે દિવસ માટે વાપી જી.આઈ.ડી.સી. ખાતે આવેલી એક્‍ક્ષીમેડ ફાર્માસ્‍યુટીકલ્‍સ કંપનીમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટનું આયોજન થયું હતું.
આ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ માટેનું સમગ્ર નેતૃત્‍વ કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર અને એમ. ફાર્મ (ક્‍વોલીટી એસ્‍યોરન્‍સ) હેડ પ્રોફેસર ડૉ. શૈલેષવી. લુહાર અને કોલેજના આચાર્ય શ્રી ડો.સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્‍યું હતું અને સાથે એમ ફાર્મ (ફાર્માસ્‍યુટીક્‍સ) હેડ પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ, આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર કુમારી શિવાની ગાંધી, આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર શ્રીમતિ પ્રીતિ સિંગ, આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર કુમારી ખુશ્‍બુ પટેલ, આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર હર્ષ લાડ અને બી.ફાર્મ અને એમ.ફાર્મના કુલ 124 વિદ્યાર્થીઓને લઈ કંપનીની મુલાકાત લીધી હતી.
આ ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રી વિઝીટનો મુખ્‍ય હેતુ એકેડેમીક અને ઈન્‍ડસ્‍ટ્રીઝના પારસ્‍પરિક સંબંધો વધુ મજબૂત બને તેમજ વિદ્યાર્થીઓને ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીના વર્તમાન દ્રશ્‍ય વિશે માહિતી મળે એ હતો. આ ઈન્‍ડસ્‍ટ્રી વિઝિટમાં ઈન્‍ડસ્‍ટ્રીઝના સમગ્ર પાસાઓને આવરી લેવામાં આવ્‍યા હતા. તેમજ જુદા જુદા ડીપાર્ટમેન્‍ટની મુલાકાત પણ લેવામાં આવી હતી જેવા કે પેકેજિંગ સેક્‍ટર, એન્‍વાયરમેન્‍ટલ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, ફોર્મ્‍યુલેશન એન્‍ડ ડેવલોપમેન્‍ટ, કમ્‍પ્રેશન એન્‍ડ કોટિંગ અને સ્‍ટોરેજ ડીપાર્ટમેન્‍ટ અને આ દરેક ડિપાર્ટમેન્‍ટમાં થતી વિવિધ કાર્યવાહી વિશે પણ વિદ્યાર્થીઓને ઝીણવટપૂર્વક માહિતગાર કર્યા હતા.
આ વિઝીટ દરમ્‍યાન એન્‍વાયરોમેન્‍ટલ એન્‍ડ હેલ્‍થ સેફટી હેડ જતીન પારેખ, પ્રોડક્‍શન ડીપાર્ટમેન્‍ટના હેડ પરેશ ભાવસાર, એચ. આર. ડીપાર્ટમેન્‍ટના હેડ અક્ષય શાહ,પ્‍લાન્‍ટ હેડ મનીષ ઉપાધ્‍યાય, આર એન્‍ડ ડી ડીપાર્ટમેન્‍ટના હેડ સુનીલ મીરાજકર અને તેમની સમગ્ર ટીમનો સંપૂર્ણ રીતે સહકાર આપવા બદલ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડેએ આભાર માન્‍યો હતો તથા શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પ્રખ્‍યાત બનેલ પારડી નગરપાલિકાના તમામ 28 સભ્‍યોને પ્રાદેશિક કમિશનર કચેરીનુંતેડું ગેરવહીવટ પુરવાર થતાં તમામ રકમ સભ્‍યો પાસેથી વસૂલવામાં આવશે

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ‘ગાંવ ગાવં ચલો, ઘર ઘર ચલો’ અભિયાનનો કરાયેલો આરંભ

vartmanpravah

પોતાના આદરણિય અને પ્રિય નેતા ભાજપપ્રભારી વિજ્‍યા રહાટકરના જન્‍મ દિવસની દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે સેવા સાધના સાથે કરેલી ઉજવણી

vartmanpravah

‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્‍ધતાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

ચીખલીનાવાંકલ-મોખાથી લઈને વજીફા ગામ સુધી દીપડાના આંટાફેરા છતાં વન વિભાગ દ્વારા માત્ર ત્રણ જ નાઈટ કેમેરા લગાવાયા

vartmanpravah

Leave a Comment