Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

બારિયાવાડ ખાતે આગેવાન ઉમેશભાઈ બારીએ પંચાયત દ્વારા જનભાગીદારી સાથે થઈ રહેલા કામની કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
આજે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડખાતે સવારની અને ઢોલર ખાતે સાંજની ચૌપાલ બેઠક મળી હતી.
સવારના બારિયાવાડ ખાતે યોજાયેલ ચૌપાલમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને સેક્રેટરી શ્રી નિખિલભાઈ મિટનાએ જરૂરી સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહેલા ગામના આગેવાન શ્રી ઉમેશભાઈ બારીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પંચાયત દ્વારા જનભાગીદારી સાથે થઈ રહેલા વિકાસ કામોની તેમણે પ્રશંસા કરી હતી અને તમામ ગ્રામવાસીઓને સુકો અને ભીનો કચરો અલગ-અલગ રીતે અલગ અલગ ડસ્‍ટબીનમાં નાંખી કચરો ઉપાડવા આવનાર કર્મીઓને આપવાની સમજ આપી હતી. જેના કારણે આપણી ગ્રામ પંચાયત સ્‍વચ્‍છ, સુંદર, રમણિય અને ડસ્‍ટબીન ફ્રી બનશે.
સાંજે ઢોલર ખાતે સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં સાંજની ચૌપાલ બેઠક મળી હતી. જેમાં પણ નાગરિકોને જાગૃત કરાયા હતા.
આ કાર્યક્રમમાં પંચાયતના જે.ઈ.શ્રી વિપુલ રાઠોડ, શ્રી સુલેખ દમણિયા સહિત કર્મીઓએ પણ ભાગ લીધો હતો.

Related posts

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દાનહ પોલીસનું વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ લંડનમાં નામ દાખલ થયું: સમગ્ર પોલીસ બેડા અને પ્રશાસનમાં આનંદની લાગણી

vartmanpravah

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

Leave a Comment