September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

સ્‍પાર્ટન કેબલ્‍સ પ્રા.લિ.ના સંચાલકોએ 2010-2016 સુધીનો રૂા.3,01,53,624નો સરકારને ચુનો લગાવતા બે ડાયરેક્‍ટરો સામે ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી જી.આઈ.ડી.સી. ખાતે આવેલી સ્‍પાર્ટન કેબલ પ્રા.લી. કંપનીના સંચાલકોએ વર્ષ 2010 થી 2016 સુધી કંપની દ્વારા થયેલા વેચાણ ઉપરનો વેચાણ વેરો રૂા.3,01,53,624 સરકારમાં જમા નહી કરાવી ચુનો લગાડતા વેચાણવેરા વિભાગે બે સંચાલકો વિરૂધ્‍ધ જી.આઈ.ડી.સી. પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વાપી જી.આઈ.ડી.સી.માં આવેલ સ્‍પાર્ટન કેબલ પ્રા.લી. નામની કંપની કાર્યરત હતી. જેના ડાયરેક્‍ટર તરીકે જીજ્ઞેશભાઈ શંકરભાઈ પટેલ તથા રમીલાબેન શંકરભાઈ પટેલની નોંધ કરાવાયેલ છે. કંપની દ્વારા 2010 થી 2016 દરમિયાન તો વેચાણ વેરો જમા કરાવેલ નથી તેથી રાજ્‍ય વેરા કમિશનરના આદેશ અનુસાર જીજ્ઞેશ પટેલ અનેરમીલા પટેલ વિરૂધ્‍ધ વારંવાર નોટિસ સંચાલકોને આપવામાં આવી હતી. પરંતુ કંપની સંચાલકો આજદિન સુધી વેચાણ વેરો ભરપાઈ ન કરતી વેરા નિરીક્ષક દિનેશચંદ્ર પુનમચન્‍દ્ર દરજીએ વાપી જીઆઈડીસી પોલીસમાં બન્ને ડાયરેક્‍ટરો વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કંપની બંધ કરી સંચાલકો જતા રહેલા હોવાથી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોન યોજાશે

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

વાપી હની ટ્રેપ પ્રકરણમાં લલીત સોનીની ધરપકડ : મહિલા સાથે મળીને અંગત પળોનો વિડીયો બનાવી 5 લાખની માંગણી કરી હતી

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં મહાદેવ સેના ઈકો ફ્રેન્‍ડલી શ્રીજી પ્રતિમાની સ્‍થાપના : ગણેશ ઉત્‍સવમાં વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

Leave a Comment