(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા વાપીમાં છેલ્લા 55 વર્ષથી સાંસ્કળતિક શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ સાંસ્કળતિક અને પરંપરાગત માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતાજીની આરતી અને પૂજા બાદ સતત છ દિવસથી યુવાનો વડીલો વૃદ્ધો બાળકો સહિત મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના લોકો દ્વારા ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.
સમાજના પ્રમુખ મોહનભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા 55 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. બહારના કોઈપણ વ્યક્તિને તેમાંએન્ટ્રી આપવામાં આવતી નથી સાથે જ સંસ્કળતિને અનુરૂપ તમામ ગીતો અહીં વગાડવામાં આવે છે એટલે કે ફિલ્મી ગીતોને અહીં કોઈ પણ પ્રકારનું સ્થાન નથી. સાથે જ સંસ્કળતિને અનુરૂપ કપડાંઓ પહેરી એટલે કે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ તેમજ સમાજના તમામ વડીલો એક સાથે મળી ગરબે રમી માતાજીની આરાધના કરે છે અને સુખ સમૃદ્ધિ વધે તે માટેની મંગલ કામના કરતા હોય છે મોટી સંખ્યામાં યુવા વર્ગ પણ ગરબામાં જોડાઈ છે. છેલ્લા 55 વર્ષથી અહીં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ વર્ષે પણ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/10/Kutch-Patidar-1-960x294.jpg)