September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સ્‍થાપના દિનની ઉજવણી, રેલી કાઢવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ (આરએસએસ)ના આજરોજ 99 વર્ષ પૂરા થયા છે. આજરોજ આરએસએસ સંઘનો સ્‍થાપના દિવસ છે. 27 સપ્‍ટેમ્‍બર 1925 માં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘની સ્‍થાપના મહારાષ્‍ટ્રના નાગપુર ખાતે ડો.કેશવ હેડગોવારજીએ કરી હતી. ત્‍યારથી લઈને આજદિન સુધી દર વિજયા દશમીના દિવસે આરએસએસ આજના દિવસને સ્‍થાપના દિવસ નિમિત્તે દરેક શહેર ગામમાં સંઘની રેલીનું આયોજન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીમાં આરએસએસ સંઘના સંગઠન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અને ત્‍યાર બાદ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીના સમાજ સેવક કિરણ રાવલને મુખ્‍ય મહેમાન તરીકેબોલવવામાં આવ્‍યા હતા. આ પ્રોગ્રામમાં વાપીના સમાજ સેવક કિરણ રાવલ જે છેલ્લા ઘણા વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે અને સમાજ સેવક વાપીની પોતાના એરિયામાં લાગતી સિદ્ધનાથ મહાદેવ મંદિરની આરએસએસની શાખાના મુખ્‍ય શિક્ષક તરીકે ભૂમિકા પણ બજાવી ચૂક્‍યા છે અને વાપી તેમજ આજુબાજુના એરિયામાં છેલ્લા 8 વર્ષથી નિઃસ્‍વાર્થ ભાવે પોતાના તન, મન, ધનથી સમાજ સેવા કરતા રહે છે. સમાજ સેવક કિરણ રાવલે પોતાની જિંદગીના લગભગ 13 એક વર્ષ આરએસએસના દરેક પ્રોગ્રામમાં જોડાયેલા રહ્યા છે. સમાજ સેવક કિરણ રાવલ આરએસએસ 7 દિવસના કેમ્‍પ ત્‍યાર બાદ 15 દિવસના કેમ્‍પ આમ ઘણા આરએસએસ કેમ્‍પ પણ ભર્યા છે. આમ સમાજ સેવક કિરણ રાવલ સમાજ સેવા ઉપરાંત નરેન્‍દ્ર મોદી વિચાર મંચ, સર્વ દલિત ગૌ સેવા દલ, તેમજ પોતાના સમાજના દેશ અને રાજ્‍ય લેવલ પર ચાલતા ઘણા સંગઠનો સાથે જોડાયેલા છે. આમ સમાજ સેવક કિરણ રાવલ પોતાની જિંદગીમાં દરેક સંગઠનમાં દરેક ક્ષેત્રે પોતાની ફરજ નિઃસ્‍વાર્થ ભાવે ફરજ બજાવી રહ્યા છે.

Related posts

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah

ચીખલી તાલુકાના નોગામા ગામે સ્‍મશાનની સગડીની પ્‍લેટ ચોરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

Leave a Comment