Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

દાનહમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે

આરોગ્‍ય તંત્ર પણ સતર્ક : પ્રદેશની જનતાને પણ કોવીડ-19ના નિયમોનું પાલન કરવા કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.02
દાદરા નગર હવેલીમા નવા 05 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 07 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5920 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 497 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 05 વ્‍યક્‍તિનો કોરોના પાઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 77 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહી આવતા દાનહમાં કુલ 05 રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં પ્રદેશમાં 04 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે.
દાનહઆરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ રસીકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 352 લોકોને વેક્‍સીન આપવામા આવી છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 408338 અને બીજો ડોઝ 283891 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 692229 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસોમા વધારો થઇ રહ્યો છે જેને ધ્‍યાનમાં લઇ આરોગ્‍ય તંત્ર પણ સતર્ક થઇ ગયુ છે અને પ્રદેશની જનતાને પણ કાવિડ-19ના નિયમોનું પાલન કરવા તાકીદ કરવામા આવી છે.
જ્‍યારે દમણની વાત કરીએ તો આજરોજ દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. દમણમાં કુલ 178 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ નોંધાયો નથી. હાલમાં પ્રદેશમાં 02 કેસ સક્રિય છે અને અત્‍યાર સુધીમાં 3521 કેસો રિકવર થઈ ચૂક્‍યા છે. દમણમાં અત્‍યાર સુધીમાં 01નું મૃત્‍યુ નોંધાયેલ છે.

Related posts

દમણ જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધામાં ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ સ્‍કૂલ નાની દમણ કબડ્ડી અને 200 મીટર દોડ(છોકરા)માં પ્રથમ: છોકરીઓની શ્રેણીમાં ખોખોની રમતમાં મેળવેલો દ્વિતીય ક્રમ

vartmanpravah

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

vartmanpravah

પાંચ વર્ષે પારડીથી અપહરણ થયેલ સગીરાને વેસ્‍ટ બંગાળથી શોધી લાવતી પારડી પોલીસ

vartmanpravah

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

Leave a Comment