પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા અધ્યક્ષ હરિશભાઈ પટેલના નેતૃત્વમાં નિકળેલી વિશાળ બાઈક રેલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ અને ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા દ્વારા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઓ.બી.સી. મોરચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલ અને ઓ.બી.સી. મોરચાના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ વિશાળ બાઈક રેલી પણ યોજવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભાજપના રાષ્ટ્રીય ઓ.બી.સી. મોરચાના અધ્યક્ષ ડૉ. કે. લક્ષ્મણ અને પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.