October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ અને રણભૂમિ એકેડમી દ્વારા ન્‍યાયાધીશશ્રી બી.જે.પોપટના માર્ગદર્શન હેઠળ પારડી તાલુકા કાનૂની સેવા સમિતિના સહયોગથી કિલ્લા પારડી સ્‍થિત શ્રી સરસ્‍વતી વિદ્યામંદિરમાં બાળકોના જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા કાયદાની જાણકારી તેમજ સ્‍વરક્ષણની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
છેડતી, દૂર વ્‍યવહાર તેમજ દુષ્‍કર્મ જેવા ગુનાઓથી બાળકોને સુરક્ષિત રાખવા માટે પોકસો કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે વલસાડની રણભૂમિ એકેડમીના ધારાશાષાી કેયુરભાઈ પટેલ, સહિસ્‍તા મુલતાની, ધર્મેન્‍દ્ર ચાવડા,શાહીનમ શેખ અને સેજલ રાણાએ આપી હતી. બાળકોને ગુડ ટચ અને બેડ ટચ તેમજ માતા પિતાની બાળકોની જવાબદારી બાબતે જાણકારી પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ ડી.એલ.વસાવાએ આપી હતી. વિકટ પરિસ્‍થિતિમાં સ્‍વરક્ષણ કેવી રીતે કરી શકાય તેની તાલીમ સેન્‍સાઈ નિલેશ કોશિયા દ્વારા આપવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચન પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ બસ્‍તા દ્વારા કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે આભારવિધિ ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાના આચાર્ય કિશોરભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.

Related posts

પારડીમાં દારૂડિયા પતિએ અડધી રાતે પત્‍નીને ઘરમાંથી કાઢી મૂકતા 181 અભયમની ટીમે પતિને પાઠ ભણાવ્‍યા

vartmanpravah

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા શિબિર યોજાઈ

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી ભીમપોર કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં યોજાયેલી કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

Leave a Comment