October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડી તાલુકાના પરવાસા બ્રાહ્મણફળિયા ખાતે રહેતા હર્તીશ મહેશભાઈ ધોડિયા પટેલ ઉ.વ.19 તા.16-12-2023 ના રોજ રાત્રે 9.00 વાગે ઘરેથી જમીને ફળિયામાં ગયો હતો. જે રાતે 10.30 વાગે પણ પરત ઘરે ન ફરતા ઘરના સદસ્‍યો રાહ જોઈ આવી જશે એવું સમજી સુઈ ગયા હતા.
સવારે ગામના જ પરંતુ બાજુના ફળિયામાં રહેતા નટુભાઈ વેલજીભાઈએ મહેશભાઈને તમારો છોકરો હર્તીશ બ્રાહ્મણ ફળિયામાં આવેલ રાકેશભાઈ રમણભાઈ ધોળીયા પટેલના ખેતરની પાળ પર આવેલ લીમડાના ઝાડની ડાળી પર દોરડું વડે ગળે ફાંસો ખાઈ ગયો હોવાની જાણ કરતા તરત જ ફળિયાના અન્‍યો લોકો સાથે બનાવના સ્‍થળે દોડી જઈ જોતા કોઈ અગમ્‍ય કારણસર હર્તીશ લીમડાની ડાળી પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લટકતો હતો.
આ અંગેની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસે સ્‍થળ પર પહોંચી લાશને નીચે ઉતારી પી.એમ. માટે પારડી સી.એચ.સી. ખાતે લાવી પિતા મહેશભાઈની ફરિયાદને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

vartmanpravah

દુલસાડ ખાતે ઢોડિયા સમાજ સમસ્‍ત બાવીસા કુળ પરિવારનું સંમેલન યોજાયું

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્‍ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્‍વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

Leave a Comment