October 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03
આજે સમગ્ર ભારત પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના આદેશ અનુસાર 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. આજે દીવ જિલ્લામાં પણ આરોગ્‍ય વિભાગ દ્વારા 9 થી 12 ધોરણમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને સૂર્યોદય સાથે કોવેક્‍સીન કોરોના રસીકરણ અભિયાન દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવ્‍યુ. દીવ વણાકબારા, ઘોઘલા, બુચરવાડામાં આજે કોરોના રસીકરણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું, ત્રણ દિવસ દરમિયાન 9 થી 12 ધોરણ, કોલેજ, આઈ.ટી.આઈ તથા ટી.ટી.આઈના 3,221 જેટલા વિદ્યાર્થીઓને દીવમાં કોરોના રસીકરણ આપવામાં આવશે. હાલ તો દીવમાં કોરોના ના એક પણ કોરોના ના કેસ એક્‍ટીવ નથી, પરંતુ દીવમાં ત્રીજી લહેરનુ આગમન ના થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી આજે વિદ્યાર્થીઓને પણ કોવેક્‍સીન આપી, જેથી સુરક્ષિત રહે અને અભ્‍યાસમાં ધ્‍યાન આપી શકાય. આજે વિદ્યાર્થીઓએ કોરોના વેકસીન લેવા ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો, અનેપ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી તથા દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

75 વર્ષ પૂરા કરનાર સભાસદોનું સન્માન કરી વલસાડમાં સ્વતંત્રતા પર્વનો અમૃત મહોત્સવ ઉજવાયો

vartmanpravah

વાપી ગુંજનમાં એર ગન સાથે કાર બોયનેટ પર બેસી સ્‍ટંટ કરનાર બે યુવાનોને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવાI I-KHEDUT પોર્ટલ પર તા.31 ઓક્‍ટો. સુધી અરજી કરવી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટરના પાંચ વર્ષની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment