October 15, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

પ્રદેશમાં કોરોનાના કેસો વધતા સંઘપ્રદેશમાં ધો.1થી 8 અને પૂર્વ પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો આદેશ : ઓનલાઈન ક્‍લાસો ચાલશે

સંઘપ્રદેશ પ્રશાસને બાળકોના આરોગ્‍યની કાળજી લઈ અગમચેતીના ભરેલા પગલાં : સૌથી પહેલા રાત્રિ કર્ફયુનો સંઘપ્રદેશે શરૂ કરેલો અમલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વધેલાકોરોનાના કેસના કારણે ધો.1થી 8 સુધીની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક તથા પૂર્વ પ્રાથમિક શાળાના અભ્‍યાસ કાર્યને બંધ કરવાનો આદેશ આપ્‍યો છે અને ઓનલાઈન મોડ ઉપર શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીમાં આજે 03 અને દમણમાં 17 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા બાળકોના આરોગ્‍યની તકેદારી રાખી સંઘપ્રદેશ પ્રશાસને અગમચેતીના પગલાં રૂપે ધો.1થી 8 અને પૂર્વ પ્રાથમિક શાળાના અભ્‍યાસક્રમો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસને સૌથી પહેલા રાત્રિના 11 વાગ્‍યાથી સવારે 6 વાગ્‍યા સુધીના કર્ફયુનો અમલ કરી પોતાની તકેદારીનો પરિચય પણ આપ્‍યો છે.

Related posts

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

વાપી સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટની આવકથી શૈક્ષણિક કીટ અપાશે

vartmanpravah

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્‍ય સભા સાથે હોલ અને જન વિશ્રામ કુટીરનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment