Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

પતિ ઓફિસથી ઘરે જમવા આવતા પત્‍ની સ્‍ટોર રૂમમાં ફાંસો
ખાધેલી હાલતમાં મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના ટુકવાડા ગામે હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી 37 વર્ષીય પરિણીતાના બાળકો સ્‍કૂલમાં અને પતિ વાપી ટ્રાન્‍સપોર્ટ ઓફિસમાં ગયા હતા ત્‍યારે ઘરે એકલી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આ બાબતે પારડી પોલીસને જાણકરવામાં આવતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વાપી ખાતે છેલ્લા 10 વર્ષથી ઈસ્‍ટ વેસ્‍ટ ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય કરતાં કુલદીપ હવાસિંઘ લામ્‍બા ઉ.વ.40 તેની પત્‍ની રેખા કુલદીપ લામ્‍બા ઉ.વ.37 તેમજ એક 15 વર્ષીય અને બીજો 8 વર્ષીય પુત્ર સાથે પારડી તાલુકાના ટુકવાડા ગામે બાવરી મોરા ફળિયામાં આવેલા હેપ્‍પી નેસ્‍ટ બંગલો નંબર ડી 48 માં રહેતા હતા. ગત મંગળવારના રોજ રાબેતા મુજબ તેમના સંતાનો સ્‍કૂલમાં અને કુલદીપ લામ્‍બા વાપી ટ્રાન્‍સપોર્ટ ઓફિસ ગયા હતા અને તેની પત્‍ની રેખા લામ્‍બા એકલી ઘરે હાજર હતી. ત્‍યારે બપોરે સાડા બારેક વાગ્‍યે કુલદીપ ઘરે આવી દરવાજાનો દોરબેલ વગાડતા ઘરમાં હાજર પત્‍નીએ કોઈ જવાબ પણ આપ્‍યો ન હતો અને દરવાજો ન ખોલતા પતિએ અન્‍ય ચાવી વડે દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્‍યારે ઘરના ત્રીજા માળે સ્‍ટોર રૂમમાં પત્‍ની રેખા પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેઓ ગભરાઈ ગયા હતા અને આ બાબત પારડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી લાશ કબજો લઈ ઓરવાડ પીએચસી ખાતે પી.એમ કરાવી એએસઆઈ દિલિપભાઈએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરિયાદ કે માહિતી મેળવવા માટે હેલ્‍પલાઈન નંબર કાર્યરત

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment