October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે હવે ગણાતા દિવસો : ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર

ગુજરાતની ટોરેન્‍ટ પાવરને એલ.ઓ.આઈ. સુપ્રત કરાયા બાદ અધિકૃત રીતે વિદ્યુત વિભાગના માલિક તરીકેની કામગીરી શરૂ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
ભારત સરકારે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિદ્યુત વિભાગ/નિગમોના ખાનગીકરણ માટે લીધેલા નિર્ણયના પગલે હવે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનાખાનગીકરણ માટે હવે માત્ર દિવસોની ગણતરી શરૂ થઈ છે. નજીકના દિવસોમાં ગુજરાતની ખાનગી કંપની ટોરેન્‍ટ પાવરને પ્રશાસન દ્વારા લેટર ઓફ ઈન્‍ટેન્‍ટ(એલ.ઓ.આઈ.) સુપ્રત કરાયા બાદ ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લી.ના 51 ટકાના હિસ્‍સા માટે પોતાની દાવેદારી રજૂ કરતો પત્ર સંઘપ્રદેશ પ્રશાસનને સુપ્રત કરશે. તેની સાથેજ કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગ/નિગમના માલિક તરીકેનો હક ટોરેન્‍ટ પાવરને મળી જશે.
અત્રે યાદ રહે કે, નફો રળી આપતા વિદ્યુત વિભાગ/ નિગમને ખાનગી હાથોમાં સોંપવાનું ખરાબ પરિણામ પણ પ્રદેશની જનતાને જોવા મળશે. જ્ઞાત સાધનોના જણાવ્‍યા પ્રમાણે ઉદ્યોગો અને વ્‍યવસાયિક વિદ્યુતના દરમાં વધારો થવાની સાથે સાથે ઘરેલું ઉપભોક્‍તાના દરોમાં પણ વધારો થશે. સંપૂર્ણ રીતે વ્‍યવસાયિક અભિગમ સાથે ગુજરાતમાં પોતાનું કારોબાર ચલાવતી ટોરેન્‍ટ પાવર દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સેવા કરવા માટે નહીં પરંતુ નફો રળવા માટેજ આવી હોવાથી વિજળીના વીજ બિલ વધારાનું ભારણ નિヘતિ રીતે પડવાનું હોવાનું માનવામાં આવે છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના ત્રણેય જિલ્લાનો નફો, વિદ્યુતના આજના દર પ્રમાણે રૂા.150 કરોડ કરતા વધુછે. તેવામાં વિજળીનો દર ખાનગી કંપની દ્વારા વધારવામાં આવશે તો, માત્ર બે-ત્રણ વર્ષમાંજ ટોરેન્‍ટ પાવર કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગ/નિગમને ખરીદવા માટે ચૂકવનારા રૂા.પપપ કરોડ માત્ર બે-ત્રણ વર્ષમાંજ વસૂલ કરી લેશે.
સંઘપ્રદેશ દાદર નગર હવેલી અને દમણ-દીવમાં ઘરેલું વિજળીના દરોમાં સંભવિત ભાવ વધારોનો ભયતો રહેવાનો જ છે. પરંતુ સૌથી વધુ અસર વિવિધ રાજ્‍યોમાંથી નોકરી માટે આવી વસેલા હજારો મજૂરો અને કામદારોને થવાનો છે. કારણ કે તેઓ ચાલ કે ફલેટમાં રહેતા હશે તો, તેમના ઉપર બીલ વધારાનો બોઝ આવવાની પૂરી શક્‍યતા છે. સંઘપ્રદેશમાં ર001થી ટેક્ષ બેનીફીટ ખતમ થવા છતાં ફક્‍ત સસ્‍તી વિજળીના કારણે ઉદ્યોગોએ પલાયન નહી કરતા અહીની સમૃદ્ધિ યથાવત રહેવા પામી છે અને કામદારો તથા કર્મચારીઓને પણ મોટું નુકસાન ઉઠાવવા પડયું હતું. પરંતુ હવે વિજળીના દર વધવાની સંભાવના હોવાથી મોટા ભાગના ઉદ્યોગો અહીંથી પલાયન કરી જશે એવી ભીતિ પણ વ્‍યક્‍ત થઈ રહી છે ત્‍યારે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બહુ મોટી આર્થિક સમસ્‍યા ઉભી થવાની પણ શક્‍યતા છે.

Related posts

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

vartmanpravah

વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:

vartmanpravah

અતુલ પાવર હાઉસ પાસેથી વોટર ફિલ્‍ટર બોડીની આડમાં રૂા.10.62 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

Leave a Comment