January 16, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

  • ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા ‘બાટલી, બકરૂં અને રોકડું’ની થનારી રેલમછેલની સંભાવના

લોકસભાની દાદરા નગર હવેલીબેઠકની પેટા ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્‍પષ્‍ટ બનવા જઈ રહ્યું છે. ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસ એટલે કે, 8મી ઓક્‍ટોબરના રોજથી પરિણામ આવે ત્‍યાં સુધી ઉમેદવાર અને રાજકીય પક્ષોની પણ અગિ્નપરીક્ષા ચાલુ રહેશે. તેની સાથે સાથે સૌથી મોટી પરીક્ષા દાદરા નગર હવેલીના મતદારોની થવાની છે. કારણ કે, આ પેટા ચૂંટણીના પરિણામથી રાષ્‍ટ્રીય સ્‍તરે કોઈ ફરક પડવાનો નથી. તેથી દાદરા નગર હવેલીના વિકાસનું હિત કયા ઉમેદવારના હૈયે સમાયેલું છે એ નક્કી કરવાની જવાબદારી મતદારોની રહેશે.
ચૂંટાયેલા ઉમેદવાર પાસે સાંસદ તરીકે માંડ બે કે અઢી વર્ષ રહેવાના છે. સાંસદો પાસે કોઈપણ પ્રકારના વહીવટી અધિકાર નથી. સાંસદ કરતા પંચાયતના સરપંચનું પદ દેશમાં વધુ શક્‍તિશાળી છે. તેથી એવા સાંસદની પસંદગી કરવી જરૂરી બનશે કે જેઓ સરકાર પાસે પોતાના વિસ્‍તારના લોકઉપયોગી કામો કરાવી શકે અને તંત્રમાં પોતાની પકડ પણ મજબુત રહે.
ભૂતકાળમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના મોટાભાગના સાંસદો પોતાની શક્‍તિનો ઉપયોગ ઉદ્યોગોમાંથી ખંડણી ઉઘરાવવા કરતા હતા અને પ્રદેશના પ્રશાસકને પોતાના હાથમાં રાખી વિરોધીઓને રંજાડવાનું કામ કરતા હતા. પરંતુ હવે પ્રદેશની રાજનીતિ પણ બદલાઈ છે અને લોકોની વિચારશક્‍તિમાં પણ પરિવર્તનઆવ્‍યું છે. તેથી આ પેટા ચૂંટણીનું પરિણામ પણ જિલ્લા અને પ્રદેશની રાજનીતિ માટે નિર્ણાયક બનશે એવું સ્‍પષ્‍ટ દેખાય છે.
આ ચૂંટણીમાં લગભગ તમામ ઉમેદવારો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા માટે ‘બાટલી, બકરૂં અને રોકડું’ની રેલમછેલ થવાની સંભાવના નકારાતી નથી. ત્‍યારે મતદારોએ પણ સજાગ બની પોતાના હિતનો વિચાર કરવો પડશે. કારણ કે, સાંસદ પાસે કોઈ સીધી વહીવટી સત્તા નહીં હોવા છતાં તેઓ સાંસદ બનવા માટે મરણિયા શા માટે બને છે તેના ઉપર નજર નાંખવી પડશે.
ભૂતકાળમાં સાયકલ ઉપર ફરતો એક વ્‍યક્‍તિ માંડ સરપંચ બનતાં જ મોટી ગાડી, વાડી અને બંગલાના માલિક થતા પણ જોયા છે. ત્‍યારે સાંસદો માટે તો કહેવું જ શું હતું? હવે સ્‍થિતિ બદલાયેલી છે. નીતિ અને નિયત હવે સ્‍પષ્‍ટ રહે તો જ તે રાજકારણમાં ટકી શકે તેવું વાતાવરણ પણ બની રહ્યું છે. જેની પ્રતિતિ આ લોકસભાની પેટા ચૂંટણીના પરિણામમાં પણ જોવા મળશે એવો વિશ્વાસ દૃઢ બનેલો છે.
                                                                                                                                                              (ક્રમશઃ)

Related posts

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

વલસાડના ગાડરીયામાં વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણી, 2247 લાભાર્થીએ કેમ્‍પનો લાભ લીધો

vartmanpravah

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

ચીખલીમાં ‘સ્‍વચ્‍છ નવસારી જવાબદારી અમારી’ અંતર્ગત સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવતા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ

vartmanpravah

Leave a Comment