October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

પ્રવેશ વખતે વેક્‍સીન સર્ટીફિકેટ ફરજીયાત બતાવવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતુ અટકાવવા માટે પ્રશાસને વધુ એક નિર્ણય લીધો છે. બીજા રાજ્‍યમાંથી દમણમાં પ્રવેશતા પ્રવાસીઓ અને નાગરિકોએ વેક્‍સીનના બે ડોઝ લીધા છે. તેની ચકાસણી બાદ જ દમણમાં પ્રવેશ મળશે તેથી દમણ જતા પહેલા વેક્‍સીન સર્ટીફિકેટની તૈયારી કરીને દમણ જજો નહીંતર ચેકીંગમાં પરત આવવું પડશે.
સંઘપ્રદેશ પ્રશાસન કોરોનાને નિયંત્રિત કરવા માટે અનેક પગલાં ભરી રહેલ છે. ગઈકાલે ધો.1થી8ના ઓફલાઈન શિક્ષણ વર્ગો બંધ કરાવી દીધા છે. વિદ્યાર્થીઓએ ઓન લાઈન ઘરે રહીને અભ્‍યાસ કરવાનો રહેશે. સ્‍કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવી દેવાયું છે. આજે બહારના નાગરિકોને દમણમાં પ્રવેશ માટે વેક્‍સીનેશનના બે-ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ મળશે. તેવો જાહેરહિતમાં પ્રશાસને નિર્ણય લીધો છે.

Related posts

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ  મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

વલસાડના સ્‍પોર્ટ્‍સ કોપ્‍લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment