October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સોમનાથની એસવીજી કંપનીના સુપરવાઈઝરની હત્‍યામાં સામેલ કામદારને જનમટીપ અને રૂા.10 હજારના દંડની સજાનો કરેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે આજે એક હત્‍યાના ગુનામાં આરોપીને દોષિત ઠેરવી જનમટીપની સજા અને રૂા.10 હજારના દંડની સજા સંભળાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 17 જુલાઈ, 2020ના રોજ બપોરે 3 વાગ્‍યે સોમનાથી એસવીજી કંપનીના સુપરવાઝઈર કપીલ યાદવ પોતાના સાથી અભિષેક રાણા અને રાજકુમર મોર્યા સાથે ત્રીજા માળ ઉપર કામ કરી રહ્યા હતા. કંપનીના જ કામદાર સુશીલ લખન સિંહ જેની રાતની પાળીમાં નોકરી હતી. તે જબરજસ્‍તીથી કંપનીમાં ઘુસી આવી સીધો ત્રીજા માળ ઉપર જઈ કપીલ યાદવની પાસે પહોંચી ગયો હતો. આ દરમિયાન સુશીલ સિંહે કપીલ યાદવને બીજી તરફ જોવા માટે બોલાવ્‍યો હતો. કપીલે ઈન્‍કાર કરતાં સુશીલે પાસે રાખેલા હથોડાથી કપીલના ખભા ઉપર પ્રહાર કર્યો. પ્રહારની કપીલ પડી ગયો હતો. કપીલ પડી ગયા બાદ સુશીલે તેના ઉપર હથોડાની અનેકવાર પ્રહાર કર્યા હતા. જેના કારણે કપીલને ગંભીરઈજા પહોંચી હતી. કપીલની સાથે કામ કરી રહેલા અભિષેક રાણા અને રાજકુમાર મોર્ય દોડીને એચ.આર.ની પાસે ગયા અને કપીલને ઈલાજ માટે એમ્‍બ્‍યુલન્‍સની મદદની જિલ્લા હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. જ્‍યાં ડોક્‍ટરોએ કપીલને મૃત ઘોષિત કર્યો હતો. કંપનીના એચ.આર.એ. પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળ ઉપર પહોંચી સુશીલની ધરપકડ કરી હૂમલા માટે ઉપયોગમાં લીધેલ હથોડો પણ બરામદ કર્યો હતો. અભિષેક રાણાની ફરિયાદના આધારે દમણ પોલીસ સ્‍ટેશનમાં 302 આઈપીસી અંતર્ગત ગુનો નોંધવામાં આવ્‍યો હતો અને પી.એસ.આઈ. શ્રીમતી હિરલ પટેલે સઘન તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત ઘટના સ્‍થળ ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ કે જેમાં હૂમલાની પુરી વિગતો રેકોર્ડ થઈ હતી. પુરાવાના આધાર ઉપર પી.એસ.આઈ. શ્રીમતી હિરલ પટેલે 14 ઓક્‍ટોબર 2020ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આજે આ કેસની સુનાવણી કરતાં વિદ્વાન ન્‍યાયાધિશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ ડોક્‍ટર, નજરે જોનારા સાક્ષીઓ સહિત કુલ 11 સાક્ષીઓને સાંભળ્‍યા બાદ આરોપી સુશીલ લખન સિંહને આઈપીસીની 302 કલમ અંતર્ગત ગુનેગાર ઠેરવી આજીવન જેલ અને રૂા.10 હજારના દંડની સજા સંભળાવી હતી. આ કેસમાં સરકારી પબ્‍લિક પ્રોસિક્‍યુટર શ્રી હરિઓમ ઉપાધ્‍યાયે જોરદાર દલીલો કરીહતી.

Related posts

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

સેલવાસમાં બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકર જન્‍મ જયંતીની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.2ના કાઉન્‍સિલર પ્રમોદભાઈ રાણાએ મોટી દમણની નવી શાકભાજી માર્કેટની બાજુમાં પડેલી ખાલી જગ્‍યામાં સર્વ સમાજ માટે પાર્કિંગ સાથેનો ટાઉન હોલ બનાવવા પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

Leave a Comment