June 13, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

દાનહની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને પડાવેલો પરસેવોઃ થાક્‍યા વગર સતત નિરીક્ષણ કાર્યને આપેલો વેગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આજે દાદરા નગર હવેલી મુલાકાતના ત્રીજા અને આખરી દિવસે મોડી સાંજ સુધી વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો ઉપર પોતાની બારિક નજર દોડાવી હતી. જરૂરી દિશા-નિર્દેશની સાથે કેટલીક જગ્‍યાએ પોતાની લાલ આંખ પણ બતાવી હતી. પ્રશાસકશ્રીની મુલાકાતથી વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચોમાં પણ ખુશીની ચમક જોવા મળી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઈકાલે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાનું રાત્રિ રોકાણ ખાનવેલના ફોરેસ્‍ટ રેસ્‍ટ હાઉસ ખાતે કર્યું હતું. ત્‍યાંથી જ આજના દિવસની મુલાકાતનો આરંભ શરૂ થયો હતો.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે નવનિર્મિત મસાટ સ્‍કૂલ, ફલાંડી અને મોરખલની સરકારી હાઈસ્‍કૂલ, બોયઝ હોસ્‍ટેલ રાંધા, નરોલીની સરકારી પ્રાથમિક શાળા, ડોકમરડી ફલાય ઓવર, ડોકમરડી ગૌશાળા, કલા કેન્‍દ્ર સેલવાસ વગેરેની મુલાકાત લઈ જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના ત્રણ દિવસના દાદરા નગર હવેલી નિરીક્ષણ અભિયાન દરમિયાનદૂધની-કૌંચા બ્રિજ, દૂધની જેટી, દૂધની ખાતે હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર, કરચોંડના ઉમરથાણા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
સામરવરણી ફલાયઓવર, આયુર્વેદિક હોસ્‍પિટલની લેન્‍ડ સાઈટ, રખોલી બ્રિજથી વેલુગામ વાયા આંબોલી રોડ, આંબોલી ખાતે બોયઝ હોસ્‍ટેલ, સુરંગી હાઈસ્‍કૂલ, ખાનવેલ સ્‍કૂલ, ખાનવેલ બોયઝ હોસ્‍ટેલ, ખેરડી હાઈસ્‍કૂલ, સિંદોની સ્‍કૂલ, માંદોની બોયઝ હોસ્‍ટેલ, ઈએમઆરએસ સેલ્‍ટી, તલાવલી ખાતે જિલ્લા પંચાયતની સાઈટ વગેરેનું પણ નિરીક્ષણ કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દાદરા નગર હવેલી મુલાકાતથી કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોમાં ગતિ આવવાની સાથે ભવિષ્‍યની નવી યોજનાને પણ ઓપ મળવાની આશા બળવત્તર બની છે. દાનહ વિસ્‍તારના મોટાભાગના સરપંચો પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને તેમના દ્વારા જન કલ્‍યાણના થઈ રહેલા કામોથી ખુબ પ્રભાવિત થયા છે.
મુલાકાત દરમિયાન પ્રશાસક શ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા, કલેક્‍ટર શ્રી ડો. રાકેશ મિન્‍હાસ, આરોગ્‍ય સચિવ ડો. એ.મુથમ્‍મા, પ્રવાસન સચિવ શ્રીમતી તપસ્‍યા રાઘવ, શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન, નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ સહિત અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરો ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવમાં 1991ની લોકસભા ચૂંટણીથી નંખાયેલો ભાજપનો પાયો

vartmanpravah

સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ

vartmanpravah

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

Leave a Comment