Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ-દમણ-દીવ, તા.10
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 8 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્‍યારે દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હોવાની માહિતી તંત્ર દ્વારા મળી છે.
દાદરા નગર હવેલીમાં હાલમાં 47 સક્રિય કેસ છે, જ્‍યારે દમણમાં 56 કેસ સક્રિય છે. દાનહમાં અત્‍યાર સુધીમાં 5927 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. જ્‍યારે દમણમાં 3531 અને દીવમાં 1220 દર્દી રિક્‍વર થઈ ચુક્‍યા છે. આજે દાનહમાં જિલ્લામાં આરટીપીસીઆરના 168 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 8 વ્‍યક્‍તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતા અને રેપિડ અન્‍ટિજનના 63 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાંથી 0 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો એમ કુલ 8 રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યા છે. આજે દાનહમાં 8 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે.
સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટર પર અને સબસેન્‍ટરો ખાતે કોરોના વેક્‍સિનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ ખાતે આજે 360 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. દાનહ જિલ્લામાં પ્રથમ ડોઝ 431132 અને બીજો ડોઝ 299677 વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. કુલ 731076 લોકોને રસી આપવામાં આવી છે.
દમણ જિલ્લામાં 270 જેટલા કોવિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. જેમાં 9 પોઝિટિવ આવ્‍યા હતા અને હજુ 56 જેટલા સક્રિય કેસ છે. આજે 3 નવા કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં વસંતભાઈ ચાલ-કચીગામ, રમેશભાઈ બિલ્‍ડીંગ શીતલ પેટ્રોલ પંપ નજીક-દાભેલ અને અમીત ચાલ ઘેલવાડ-દાભેલ મળીને દમણ જિલ્લામાં કુલ 21 કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન કાર્યરત છે. જેમાં દાભેલમાં 13, કચીગામમાં 1, દુણેઠામાં 4, નાની દમણ નગરપાલિકા વિસ્‍તારમાં 2 અને મોટી દમણ પાલિકા વિસ્‍તારમાં 1 ઝોન કાર્યરત છે.
દીવમાં આજે 3 જેટલા નવા સાથે કુલ 13 જેટલા કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન કાર્યરત છે.
પ્રદેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બુસ્‍ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

Related posts

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચે ધાડ-મર્ડર-ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ધાડપાડુ ચોરને ઝડપી પાડયા

vartmanpravah

સંઘપ્રદેશમાં આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ હડકવા દિવસ’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment