Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.10
તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતનાઅધ્‍યક્ષસ્‍થાને પીઓ કમ ટીડીઓ હિરેન ચૌહાણ, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવભાઈ બારોટ, મદદનીશ ટીડીઓ જીતુભાઈ, ભાજપના મયંકભાઈ સાહિતનાઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં આરોગ્‍ય અધિકારી એ.બી.સોનવણેએ જણાવ્‍યું હતું કે, તાલુકાની સબ ડીસ્‍ટ્રીક હોસ્‍પિટલ અને ખાનગી હોસ્‍પિટલો મળી કુલ 250ની આસપાસ ઓક્‍સિજનવાળા બેડો ઉપલબ્‍ધ છે. સાથે ઓક્‍સિજન પ્‍લાન્‍ટો પણ કાર્યરત છે અને સિલિન્‍ડરની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વધુમાં કોરોના માટે જરૂરી દવાઓનો જથ્‍થો પણ ઉપલબ્‍ધ છે. જોકે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.
વધુમાં ડો. સોનવણેએ જણાવ્‍યું હતું કે તાલુકામાં આશાવર્કરથી લઈને મેડિકલ ઓફિસર સુધીના 589 જેટલા તમામ ફ્રન્‍ટલાઈન કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ત્રીજો ડોઝ આપવાનું શરૂ કરાયું છે.
ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતે પણ સ્‍થાનિક આગેવાનો, સરપંચો, વોર્ડ સભ્‍યો સાથે સંકલન રાખી શરદી, ઉધરસ, તાવની બીમારી હોય તો તાકીદે આરોગ્‍ય કર્મચારીઓને જાણ કરવા અનુરોધ કર્યો હતો. ટીડીઓ હિરેન ચૌહાણે દરેક ગામમાં આઇસોલેશન સેન્‍ટરનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાની માહિતી આપી હતી. હાલમાં તાલુકાનીહોસ્‍પિટલોમાં બેડ અને ઓક્‍સિજનની પણ પુરતી વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ છે. તાલુકામાં 11924 જેટલા વિદ્યાર્થીઓને રસીકરણના લક્ષ્યાંકની સામે 10907 જેટલા વિદ્યાર્થીઓને રસી આપી દેવામાં આવી છે.

Related posts

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

vartmanpravah

સેલવાસમાં જિલ્લા કલેક્‍ટરની ઉપસ્‍થિતિમાં ‘‘આયુષ્‍યમાન ભવઃ” અભિયાનની કરાયેલી શરૂઆત

vartmanpravah

દમણમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા યોજાયેલી ભવ્‍ય કાર રેલી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

vartmanpravah

Leave a Comment