Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
શિક્ષણ વિભાગનાં આદેશ મુજબ દાદરા નગર હવેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શન મુજબ પ્રદેશની શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા હેતુને ધ્‍યાનમાં રાખીને 100 દિવસ વાંચન અભિયાન (100 ડેયઝ ઓફરીડીંગ કમ્‍પેઈન) વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સૌપ્રથમ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
હાલમાં શિક્ષણ મંત્રાલય ભારત સરકાર, નવી દિલ્‍હીનાં સોશિયલ મિડિયા પર પોસ્‍ટ કરવામાં આવેલ મુખપળષ્ઠ ઉપર પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા અથોલાનાં શિક્ષિકા બહેન શ્રીમતી અનિતાબેન ડી. રોહિત દ્વારા તૈયાર કરેલ વર્ગ દર્શાવવામાં આવ્‍યો છે. શાળાનાં આચાર્ય તથા સૌ શિક્ષકોને ગ્રામજનો અને પ્રદેશવાસીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે. હાલમાં કોવિડ ગાઈડલાઈન મુજબ ધોરણ 1 થી 8ની તમામ શાળાઓ બંધ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતાં સૌ બાળકો શિક્ષણથી વંચિત નહી રહે તે માટે શિક્ષકો દ્વારા ઓનલાઈન તથા હોમબેજ શિક્ષણ શરૂ કરી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજનનાં ભાગરૂપે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે.

Related posts

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

નવા કાયદાના વિરોધમાં ચીખલીમાં સતત બીજા દિવસે પણ ટ્રક ચાલકોની હડતાળ યથાવત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

Leave a Comment