October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં વિભાગોમાં સમન્‍વય અને જનતાને ઓનલાઈન સુવિધાઓ પ્રદાન કરવામાં સૂચના અને પ્રોદ્યોગિકી વિભાગ અને એન.આઈ.સી.દ્વારા વિકસાવવામાં આવેલ આઈસીએમએસ (ઇન્‍ટિગ્રેટેડ કોવિડ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ)ને રજત એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત લગભગ 7.5 લાખ લોકોને વિવિધ ઓનલાઈન સુવિધાઓ અને વિભાગોની દેખરેખ પૂરી પાડવામાં આવી હતી તેમજ લોકડાઉન દરમિયાન એક પણ કેસ નોંધાયો ન હતો. જેમાં આ આઈસીએમએસના મોનિટરિંગની મોટી ભૂમિકા રહી છે. અત્રે નોંધનીય છે કે, આઈટી વિભાગને 231 અરજદારોની પ્રતિસ્‍પર્ધામાં આ એવોર્ડ મળ્‍યો હતો.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah

થર્ટીફસ્‍ટ પૂર્વે એલ.સી.બી.નો સપાટો : પારડી હાઈવે ઉપર દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપી પાડી

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

Leave a Comment