September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને ભવિષ્‍યમાં શાળાઓમાં કરવાના થતા ફેરફારો અંગે પ્રેઝન્‍ટેશન રજૂ કરવામાં આવ્‍યું

ટેક્‍નોલજી દ્વારા પોતાની શાળાને કેવી રીતે સૌ સામે મુકી શકાય તે અંગે આર્ચાયોને પણ માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ હેઠળ વાપીની મેરિલ એકેડેમી ખાતે ‘ગુરુક્રાંતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી રાજશ્રીબેને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
માં ફાઉન્‍ડેશન અને મેરિલ એકેડેમી વતી અમિતભાઈએ ઉપસ્‍થિત સૌનું સ્‍વાગત કરતાં ફાઉન્‍ડેશન શિક્ષણ ક્ષેત્રે સદાય સૌની સાથે છે તેમ જણાવ્‍યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત એ જિલ્લા કલેક્‍ટરશ્રી નૈમૈષ દવેનો સંદેશ આપતાં પોતાના અનુભવો શેર કર્યા અને શિક્ષક અને શાળાનું જીવનમાં મહત્‍વ દર્શાવ્‍યું હતું. ભવિષ્‍યમાં કેવા પ્રકારના પડકારો આવશે તેના વિશે પણ વાત કરી હતી.
નેશનલ એવોર્ડ વિનર શિક્ષક રાકેશ નવા નદીસર દ્વારા રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને ભવિષ્‍યમાં શાળાઓમાંકરવાના થતા ફેરફારો અંગે એક વિગતવાર પ્રેઝન્‍ટેશન રજૂ કરવામાં આવ્‍યું હતું. તેમણે રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના મુખ્‍ય મુદ્દાઓ અને વિદ્યાર્થીઓના ક્રિટિકલ થિંકિંગને પ્રોત્‍સાહન આપવા માટે શું કરી શકાય તે અંગે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. તેમણે શાળાના આચાર્યો સાથે કેટલીક એવી પ્રેકટીસ પણ બધા સાથે શેર કરી અને ટેક્‍નોલજી દ્વારા પોતાની શાળાને કેવી રીતે સૌ સામે મૂકીશું તેના પણ ઉદાહરણો આપ્‍યા હતા.
માં ફાઉન્‍ડેશન દ્વારા વિદ્યાર્થીઓને કેરિયર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.રાજેશ્રીબેન ટંડેલ દ્વારા વલસાડ જિલ્લાને શૈક્ષણિક ક્ષેત્રે વધુ અગ્રેસર બનાવવાના પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો અને આગળના રોડમેપ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમ દ્વારા વલસાડ જિલ્લો શૈક્ષણિક ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરશે એવી આશા રાખવામાં આવી હતી.

Related posts

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતના પગલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

પારડી તરમાલીયા કથામાં પોલીસ ત્રાટકી : ચાર આયોજકોની અટક કરી

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં ‘‘આદિવાસી જંગલ જનજીવન આંદોલન” દ્વારા સામુહિક વન પરિષદની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment