Vartman Pravah
Breaking Newsદમણ

વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાનાઅભિયાનમાં દમણની મરવડ અને દુણેઠા પંચાયતે આપેલું સમર્થન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દાનહ અને દમણ-દીવના કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણના નિર્ણયને રોકવા માટે પ્રદેશના ચાર પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને આજે દમણની વધુ બે ગ્રામ પંચાયતોએ સમર્થન આપ્‍યું છે.
જેમાં દમણની મરવડ ગ્રામ પંચાયતના સરપંચ પ્રીતિબેન હળપતિ અને દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન ભરતભાઈ પટેલે પોતપોતાના વિસ્‍તારના લોકો વતી ખાનગીકરણને રોકવાની માંગ ઉપર પોતાનું સમર્થન ખાનગીકરણ અટકાવવા પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલી અભિયાનને સમર્થન આપતો પત્ર આપ્‍યો છે.
બંને મહિલા સરપંચે ભારત સરકાર સમક્ષ માંગ કરી છે ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે પરંતુ આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવાની જરૂર છે.
અત્રે નોંધનીય છે કે અત્‍યાર સુધીમાં દમણની કુલ 1ર ગ્રામ પંચાયતો દ્વારા ભારત સરકારને પુનર્વિચાર માટે અપીલ કરવામાં આવી છે.

Related posts

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah

ક્રિમિનલ માનહાનીના કેસમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ પી.કે.શર્માએ આપેલો આદેશ

vartmanpravah

વલસાડમાં તિથલ ખાતે ડાયાબીટીસ મુક્‍ત ગુજરાત યોગ શિબિરનો પ્રારંભ થયો

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્‍થળે મોત

vartmanpravah

Leave a Comment