July 17, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

શક્‍તિ એન્‍ટરપ્રાઈઝના વેપારી ભરત માલીની અટકાયત : 68325 રૂા.નો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વાપી ભડકમોરા સ્‍થિત એક હોલસેલરની દુકાનમાં બિલ-ચલણ વગરનો ગેરકાયદેસરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો પોલીસે ઝડપી પાડીને વેપારીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાપી ભડકમોરામાં કાર્યરત શક્‍તિ એન્‍ટરપ્રાઈઝ નામની દુકાનમાં એ.એસ.પી. વલસાડના સુચના આધારે પોલીસે રેડ કરી હતી. દુકાનમાંથી વિમલ પાન-મલાસાના 53 થેલા 10600 નંગ પાઉચ, તથા તમાકુના 17 થેલા 9800 પાઉચનો જથ્‍થો પોલીસને મળી આવ્‍યો હતો. આ અંગે પોલીસે માલ પેટેના બીલ-ચલન માંગેલા તે વેપારી ભરતભાઈ માલી રજૂ કરી શકેલ નહીં. તેથી પોલીસે રૂા.68325 નો મુદ્દામાલ જપ્ત કરીને 41/1 ડી હેઠળ ભરતભાઈ માલીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

પારડીની પરિણિતાના ચારિત્ર્ય પર શંકા રાખી મારઝૂડ કરતા બેકાર પતિની શાન ઠેકાણી લાવતી અભયમ ટીમ

vartmanpravah

વાંસદામાં મોતિયા બિંદ નિઃશુલ્‍ક ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકામાં વિવિધ સ્‍થળોએ રાત્રિ સફાઈ યોજાઈ

vartmanpravah

કાપડી સમાજ દ્વારાબે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

vartmanpravah

દાનહના મસાટની સરકારી માધ્‍યમિક શાળાના પ્રાંગણમાં બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ

vartmanpravah

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

Leave a Comment