Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ‘ખેલો ઈન્‍ડિયા અને ફિટ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દમણમાં ‘ફિટ ઈન્‍ડિયા સ્‍કૂલ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી

  • રમતગમત આપણા જીવનનો મહત્‍વનો ભાગ હોવો જોઈએ, રમતગમતથી વિદ્યાર્થી આરોગ્‍યપ્રદ અને તંદુરસ્‍ત રહે છે અને તંદુરસ્‍ત તનમાં જ તંદુરસ્‍ત મગજનો વિકાસ થાય છે તેથી તમામ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં એકાદ રમત જરૂર અપનાવવી જોઈએઃ રમતગમત નિર્દેશક અરૂણ ગુપ્‍તા

  • વિવિધ રમતોની સાથેવિદ્યાર્થીઓનું શારીરિક મૂલ્‍યાંકન અને મોબાઈલ એપના માધ્‍યમથી સામુહિક ફિટનેશ મૂલ્‍યાંકન તથા યોગ અને મેડિટેશન કાર્યક્રમો પણ આયોજીત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘ફિટ ઈન્‍ડિયા’ સ્‍વપ્નને સાકાર કરવા માટે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફિટ ઈન્‍ડિયા સ્‍કૂલ સપ્તાહ’ ઉજવવાનો સંકલ્‍પ લીધો હતો. તેની કડીમાં યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના સચિવશ્રીએ અર્ધ સરકારી પત્ર જારી કરીને તમામ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં રમતગમત અને આરોગ્‍ય પ્રત્‍યે જાગૃતતા લાવવા માટે દેશની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં 15 નવેમ્‍બરથી 15મી ડિસેમ્‍બર, 2022 દરમિયાન ‘ફિટ ઈન્‍ડિયા સ્‍કૂલ સપ્તાહ’નું આયોજન કરવામાં આવે. આ સપ્તાહના આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ માટે ચર્ચા સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા, પોસ્‍ટર બનાવવા તથા દેશી રમતોનું આયોજન, ખેલો ઈન્‍ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓનું શારીરિક મૂલ્‍યાંકન અને મોબાઈલ એપના માધ્‍યમથી સામુદાયિક ફિટનેશનું મૂલ્‍યાંકન તથા યોગ અને મેડિટેશન જેવા વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવે. આનો મુખ્‍ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શારીરિક રીતે ફિટ અને તંદુરસ્‍ત રાખવા તથા તેમને આરોગ્‍ય પ્રત્‍યે જાગૃત કરવાનો છે. ઉપરાંત દેશનાયુવા ફીટ રહેવાની ઝૂંબેશ સાથે જોડાઈ શકે અને સમાજ અને દેશને ફિટ રાખવાની કસરતમાં પોતાનું યોગદાન આપી શકે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શમાં તથા રમતગમત અને યુવા બાબતો તથા શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદના દિશા-નિર્દેશ મુજબ અને રમતગમત નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં 15મી નવેમ્‍બરથી 15 ડિસેમ્‍બર, 2022 દરમિયાન સરકારી અને ખાનગી શાળાઓમાં ફિટ ઈન્‍ડિયા સ્‍કૂલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્‍કૂલ સપ્તાહ દરમિયાન શાળાઓમાં ફિટનેશ પર ચર્ચા, વક્‍તવ્‍ય, પ્રશ્નોતરી સ્‍પર્ધા, રમતગમત પ્રવૃત્તિ, લેખન સ્‍પર્ધા, કવિતા લેખન સ્‍પર્ધા, પોસ્‍ટર બનાવવા વગેરે જેવી વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું અને આગળ પણ કરવામાં આવશે.
આ સપ્તાહ દરમિયાન કબડ્ડી, ખો-ખો, દોરડાખેંચ, વગેરે જેવી સ્‍વદેશી રમતોનું પણ આયોજન કરવામાં આવ્‍યું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈને તેમની કુશળતા અને ક્ષમતાઓને દર્શાવી હતી. આ સાથે વિદ્યાર્થીઓનું શારીરિક મૂલ્‍યાંકન અને મોબાઈલ એપના માધ્‍યમથી સામુહિક ફિટનેશ મૂલ્‍યાંકન તથા યોગ અને મેડિટેશન કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવ્‍યા.
ફિટ ઈન્‍ડિયા સ્‍કૂલ સપ્તાહ અંતર્ગત અવરલેડી ઓફ ફાતિમા સ્‍કૂલ, દમણ દ્વારા દમણ નગરપાલિકા મેદાન ઉપર વિશાળ સ્‍તર પર અદ્‌ભૂત રમતગમતની સાથે સાથે અન્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમની અદ્‌ભૂત પ્રતિભા અને કુશળતા દર્શાવી હતી.
આ અવસરે રમતગમત નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તા ઉપસ્‍થિત રહી સ્‍પર્ધાઓમાં ભાગ લઈ લેનારા તમામ વિદ્યાર્થીઓની પ્રતિભાની સરાહના કરી હતી અને જણાવ્‍યું હતું કે, રમતગમત આપણા જીવનનો મહત્‍વનો ભાગ હોવો જોઈએ. રમતગમતથી વિદ્યાર્થી આરોગ્‍યપ્રદ અને તંદુરસ્‍ત રહે છે. તંદુરસ્‍ત તનમાં જ તંદુરસ્‍ત મગજનો વિકાસ થાય છે. તમામ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં એકાદ રમત જરૂર હોવી જોઈએ. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, ભારત સરકારની મહત્‍વાકાંક્ષી યોજના ‘ખેલો ઈન્‍ડિયા અને ફિટ ઈન્‍ડિયા’ને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શમાં કુશળતા અને પ્રભાવી રૂપથી લાગુ કરવામાં આવી રહી છે. આ અવસરે દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ પણ ઉપસ્‍થિત રહીને વિદ્યાર્થીઓનું ઉત્‍સાહવર્ધન કર્યું હતું.
અત્રે યાદ રહે કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ફિટનેશને વિદ્યાર્થીઓના દૈનિક જીવનો અવિભાજ્‍ય અંગ બનાવવાની દૃષ્‍ટિથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત તેમના વ્‍યવહારમાં બદલાવ લાવતાતેમને ઔર વધુ શારીરિક રૂપથી સક્રિય જીવનશૈલી તરફ આગળ વધારવાનું છે અને વિદ્યાર્થીઓને શારીરિક રીતે ફિટ અને તંદુરસ્‍ત રાખતા આરોગ્‍ય પ્રત્‍યે જાગૃત અને સાવચેત કરવાનું છે. આ દેશને ફિટનેશ અને આરોગ્‍યના રસ્‍તે લઈ જવા માટેનું આંદોલન છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએ દ્વારા કાર્ટસ્‍વીલ ખાતે ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

ફાતિમા સ્‍કૂલ ખાતે આજે પોસ્‍કો એક્‍ટ અંગેનો કાનૂની શિબિર

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે 4 દિવસીય યોગ મહોત્‍સવનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment