December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સંઘપ્રદેશના સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનમાં ભારત સ્‍કાઉટ ગાઈડની સરાહનીય કામગીરી

  • 24મી જાન્‍યુઆરીએ દમણ ખાતે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા અત્‍યંત પ્રભાવશાળી સેવાભાવી સ્‍કાઉટ ગાઈડના પ્રતિનિધિઓનું કરાનારુ સન્‍માન

  • દાનહમાં સ્‍વચ્‍છસર્વેક્ષણ જાગરૂકતા અભિયાનને સફળ બનાવવા દરેક પંચાયતના સરપંચો અને ગ્રામવાસીઓ પાસે સીઈઓ ડો. અપૂર્વ શર્માએ સહયોગની કરેલી અપેક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાનહ અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા અગામી તા.24મી જાન્‍યુઆરીના રોજ અતિ પ્રભાવશાળી સેવાભાવી સ્‍કાઉટ ગાઈડનું સન્‍માન કરવામાં આવશે.
દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભંવરના સહયોગ અને કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માના આદેશ અનુસાર, ડીપોઓ શ્રી મિથુન રાણા સહાયક સોહિલ મકવાણાના દિશા-નિર્દેશ અને શ્રી અજય હરિજનના નેતૃત્‍વમાં 10 સભ્‍યો ગૌરવ પાટિલ, રોશન શર્મા, વિશાલ સરોજ, વિશાલ મહતો, મિલન પાટીલ, અનિમેષ પટેલ, રાજીવ યાદવ, રોહિત સરોજ, રોશની તિવારી, રિયા સિંહ, દુર્ગાવતી ચૌહાણે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ રોવર રેંજર્સે દાનહ જિલ્લા પંચાયત સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળતિ અભિયાનની જવાબદારી સંભાળી હતી.
જે અંતર્ગત તમામ પસંદગીની પંચાયતોમાં ઘરે ઘરે અને દુકાનોની મુલાકાત લઈ સ્‍વચ્‍છતા સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનમાં દાદરા ગ્રામ પંચાયતના મંત્રી શ્રી ડી.પી.પરમાર, ખરડપાડાના મંત્રી શ્રી પી.જે.સોલંકી, નરોલી પંચાયતના મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, સામરવરણીના મંત્રી શ્રી નિર્મલાબેન બી.રોહિતે સંપૂર્ણ સહયોગ આપ્‍યોહતો. આ સ્‍વચ્‍છતા સર્વેક્ષણ જાગળતિ અભિયાન 24 જાન્‍યુઆરી સુધીમાં દાદરા નગર હવેલીની સમગ્ર પંચાયતાનું સર્વેક્ષણ કરશે.
જેમાં તમામ સ્‍કાઉટ અને ગાઈડ વિવિધ પ્રકારના ભીના કચરા અને સૂકા કચરાનું મહત્‍વ જણાવીને તેની અસરો શેર કરી રહ્યા છે, જેમાં વાદળી અને લીલા ડસ્‍ટબીનનું મહત્‍વને પણ અલગ-અલગ રાખવાનું મહત્‍વ જણાવવામાં આવ્‍યું છે. જેમાં તમામ પંચાયતોના સરપંચોએ પણ પોતાનું સંપૂર્ણ યોગદાન આપ્‍યું હતું. જેમાં તમામ સેવાભાવી સ્‍કાઉટ ગાઈડને નાસ્‍તો અને મીઠાઈ આપીને આ ઉત્તમ અને પ્રશંસનીય કાર્યને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાથે સાથે ગ્રામવાસીઓ પણ પોતાનો સહયોગ આપી સેલવાસ નગરને સ્‍વચ્‍છ રાખવા માટે જે પોતાનો સહયોગ આપી રહ્યા છે જે માટે તેમને પણ ચાય અને પાણી આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે ડો. અપૂર્વ શર્માએ સ્‍વચ્‍છતા સર્વેક્ષણ અભિયાનને સફળ બનાવવા તમામ પંચાયતના સરપંચો અને ગ્રામજનોના સહકારની આશા વ્‍યક્‍ત કરી હતી. જે અંતર્ગત દાનહ અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દ્વારા અતિ પ્રભાવશાળી સેવાભાવી સ્‍કાઉટ ગાઈડનું તા.24મી જાન્‍યુઆરીના રોજ દમણ હેડક્‍વાર્ટર ખાતે સન્‍માન કરવામાં આવશે.

Related posts

ચીખલી કાવેરી નદીના જુના લો – લેવલ પુલ નીચેથી અજાણ્‍યા શખ્‍સની લાશ મળી

vartmanpravah

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

ચારોટી-મહારાષ્‍ટ્ર નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી : ચાલકનો બચાવ

vartmanpravah

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah

ચીખલી તાલુકામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ગણેશ વિસર્જન કરાશે

vartmanpravah

Leave a Comment