(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18
દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી શ્રી વિવેક ધાડકરના માર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયાએ મંડળની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, દાનહ અને દમણ-દીવના સંગઠન મંત્રી શ્રી વિવેક ધાડકરના માર્ગદર્શન હેઠળ મંડળની સંગઠનાત્મક બેઠક શ્રી કઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મળી હતી. આ બેઠકમાં સંગઠનને મજબુત બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી તરૂણાબેન પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, મહામંત્રી શ્રી વિમલભાઈ પટેલ, ઉપ પ્રમુખ રૂક્ષ્મણીબેન, મંત્રી શ્રી કિરીટભાઈ દમણીયા, કચીગામ મંડળના પ્રમુખ શ્રી નાગરભાઈ પટેલ, શ્રીમતી તરૂણાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દમણ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ પટેલ, તન્વી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Previous post