ઉપ રાષ્ટ્રપતિ મહોદય જગદીપ ધનખડે પ્રદેશના જિ.પં. અને ન.પા. સભ્યો તથા સરપંચોને દિલ્હીના આપેલા આમંત્રણના સંદર્ભમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણ જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચોએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ઉપ રાષ્ટ્રપતિ મહોદય શ્રી જગદીપ ધનખડે પ્રદેશના જિલ્લા પંચાયત સભ્યો, સરપંચો તથા નગરપાલિકાના કાઉન્સિલરોને દિલ્હીના આપેલા આમંત્રણના સબંધમાં પણવાતચીત કરી હતી.
દમણ જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો અને તેમના દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનની ખાસ નોંધ લીધી હતી.
દમણ જિ.પં. અને સરપંચોના પ્રતિનિધિ મંડળમાં દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિ.પં. સભ્ય મેહુલભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ધોડી, શ્રીમતી વર્ષિકાબેન પટેલ, શ્રીમતી રીનાબેન પટેલ, શ્રીમતી સિમ્પલબેન અમ્રતભાઈ પટેલ, શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ. સરપંચોમાં ભીમપોરના શ્રી શાંતુભાઈ પટેલ, કચીગામના શ્રી ભરતભાઈ પટેલ, કડૈયાના શ્રી શંકરભાઈ પટેલ, દમણવાડાના શ્રી મુકેશ ગોસાવી અને દાભેલના શ્રીમતી હેમાક્ષીબેન પટેલનો સમાવેશ થતો હતો.