August 31, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમે નિરાધાર બાળકો અંગે જાણ કરવા જાહેર જનતાને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19
દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમે એક અખબારી યાદીમાં નિરાધાર બાળકો અંગે જાણ કરવા જાહેર જનતાને કરેલી અપીલ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા બાળ સુરક્ષા એકમ-દમણ અને દીવ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, આપના નજીકના વિસ્‍તારમાં કોઈ પણ બાળક જો શેરીમાં કોઈની પણ સહાય વિના એકલું રહેતું હોય અથવા બાળક કે જે દિવસ દરમિયાન શેરી અથવા રસ્‍તામાં એકલું રહેતું હોય અને રાત્રીના સમય દરમિયાન પરિવાર સાથે તેના ઘરે ઝુંપડીમાં પરત ચાલી જતું હોય અથવા કોઈ પણ બાળક કે જે પરિવાર સાથે રસ્‍તા પર રહેતું હોય તો આવા બાળકના કલ્‍યાણ માટે અચૂક પણે જિલ્લા બાળ સુરક્ષા એકમ-દમણ, બ્‍લોક-સી, જિલ્લા કોર્ટ પરિસર, ફોર્ટ એરિયા, મોટી દમણ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ-દીવ, પહેલો માળ, આર.ટી.ઓ. ઓફિસ, કલેક્‍ટર કચેરી પરિસર, દીવ અથવા 24×7 કલાક કાર્યરત ચાઈલ્‍ડ હેલ્‍પલાઇન નંબર – 1098 ઉપર જાણ કરવા જણાવાયું છે.

Related posts

દાદરામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઢાબા-દારૂના અડ્ડા

vartmanpravah

કપરાડા-નાસિક રોડ ઉપરથી મૃત પશુઓ ભરેલ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે દશેરાના દા’ડે મોપેડ ધોવા ગયેલા યુવાનનો પગ લપસી જતાંપાણીમાં ડૂબી જતાં થયેલું મોત

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment