Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ એમ.આર. એસોસિએશને પડતર માંગણી અંગે લેબર અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યુ

ફેડરેશનની એક દિવસીય હડતાલમાં સમર્થન જાહેર કર્યુ : 450 જેટલાએમ.આર.જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
વલસાડ નવસારી એમ.આર.(મેડિકલ રીપ્રેન્‍ટેટીવ) એસોસિએશન દ્વારા તેમની પડતર માંગણીઓ અંગે લેબર ઓફિસર વલસાડને આવેદનપત્ર સુપરત કર્યુ હતું તેમજ ફેડરેશનની એક દિવસીય હડતાલને સમર્થન જાહેર કર્યુ હતું.
વલસાડ એમ.આર.એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશ કૈલાસનાથના નેતૃત્‍વમાં આજે બુધવારે પડતર માંગણીઓ ખાસ કરીને ચાર લેબર કોર્સ રદ, શ્રમ કાયદો 1976 કાર્યરત રાખવો, કર્મચારીઓનો આરોગ્‍ય વિમો, કર્મચારી ફરિયાદ નિવારણ એક્‍ટીવ રાખવુ, એસ.પી.ઈ. એક્‍ટ મુજબ ગોપનીયતા જાળવવી જેવા મુદ્દાઓ જે લાંબા સમયથી કર્મચારીઓના પડતર પડયા છે. તેનો ઉકેલ લાવવાની માંગણી કરી હતી. આજે 450 જેટલા કર્મચારી જોડાયા હતા તેમજ ફેડરેશનની એક દિવસની હડતાલને એસોસીએશનને ટેકો જાહેર કર્યો હતો.

Related posts

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

પ્લાસ્ટિકને હટાવવા સેલવાસ નગરપાલિકાની નવી પહેલઃ બર્તન બેંકની કરેલી શરૂઆત

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્‍ય સભામાં સભ્‍ય નોંધણી ઝુંબેશને વેગ આપવાનો નિર્ણય

vartmanpravah

વાપીમાં ગેરેજમાં રિપેરીંગ બાદ કાર પેટ્રોલ ભરાવા ગઈ ત્‍યારે અચાનક પમ્‍પ ઉપર આગ લાગી

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment