October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મોટી દમણની ભામટી પ્રાથમિક શાળામાં આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : મોટી દમણની ભામટી પ્રાથમિક શાળામાં આનંદ અને ઉત્‍સાહ સાથે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો. બાળકોએ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. પ્રવેશ લેતાં બાળકોની શોભાયાત્રા પણ નિકળી હતી.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે દમણની પોલીટેક્‍નિક કોલેજના હેડ ઓફડિપાર્ટમેન્‍ટ શ્રી બી.પી.મોહન્‍તી ઉપસ્‍થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીની પણ ઉપસ્‍થિતિ રહી હતી. પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પ્રેમિલાબેન ટંડેલના નેતૃત્‍વમાં તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણ કલેક્‍ટર કચેરીમાં બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

Leave a Comment